"હંસા રૂઢ શ્વેત મ્બર ધારી l સ્વર્ણ ક્રાન્તિ શુચિ ગગન વિહારી":: ગાયત્રી ભકિત:ભેડા પરિવાર સદસ્ય:: શ્રી રેવા શંકર ભાઈ જોશી
પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન પરિસર માં ભેડા જોશી પરિવાર દ્વારા ગાયત્રી મૂર્તિ પ્રતિષ્ઠા ન થયેલ છે જેનો ૧૧ મો પાટોત્સવ તા.૧૪.૧.૨૩ ના રોજ સંપન્ન થયો.
"હંસા રૂઢ શ્વેત મ્બર ધારી l સ્વર્ણ ક્રાન્તિ શુચિ ગગન વિહારી"
"જયતિ જયતિ જગદંબ ભવાની l તુમ સમ ઔર દયાલુ ન દાની ll"
ના સ્તુતિ ગાન સાથે પ્રસંગ પવિત્ર વાતાવરણ વચ્ચે પ્રાર્થના સાથે પાટોત્સવ પૂર્ણ થયો.
ગાયત્રી મંદિર સ્થાપના અને પ્રતિષ્ઠાન ::
પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર મા ગાયત્રી મંદિર આવેલ છે જેની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા કરવા મા આવેલ છે.
=============================
ગાયત્રી એ બ્રાહ્મણો ના આરાધ્ય દેવી છે અને વિદ્યાર્થી ભવન મા વિદ્યાર્થી ઓ દ્વારા સંધ્યા વંદન અને આરાધના સાથે વિદ્યા પ્રાપ્તિ થાય તે હેતુ થી ગાયત્રી માતા જી ની મૂર્તિ ની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા તેઓ ના પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ના સ્મરણાર્થે વિક્રમ સવંત ૨૦૭૬ મા પોષ વદ ૪ ના દિવસે કરવા મા આવેલ છે.
=============================
તા.૧૪.૧.૨૩ ના રોજ ગાયત્રી મંદિર પાટોત્સવ નિમિત્તે હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. બિલેશ્વર મહાદેવ મંદિર પરિસર માં ગાયત્રી માતાજી, સરસ્વતી માતાજી તથા અન્નપૂર્ણા માતાજી ની મુર્તિઓ નું મંદિર સ્થાપિત છે જેનો પાટોત્સવ આજ રોજ તા.૧૪.૧.૨૩ ના રોજ યજમાન શ્રી રેવા શંકર ભાઈ જોશી પરિવાર રાણાવાવ અને એજી બી એસ વિદ્યાર્થી ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી અને કારોબારી સમિતી સદસ્ય શ્રી ઓ તથા ટ્રસ્ટી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ દ્વારા યજ્ઞ તથા પૂજન નું આયોજન કરવા માં આવ્યું હતું.
=============================
પાટોત્સવ ના યજમાન શ્રી રેવા શંકર ભાઈ રામજી ભાઈ જોશી (ભેડા જોશી પરિવાર)::
આ પ્રસંગે યજ્ઞ તથા પૂજન માં હવન ના યજમાન પરિવાર રાણાવાવ એજી બી એસ પ્રમુખ રેવા શંકર ભાઈ જોશી (ભેડા જોશી પરિવાર) નાઓ દ્વારા પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી સ્થિત ગાયત્રી મંદિર ખાતે પૂજન અર્ચન કરી ગાયત્રી હવન પાટોત્સવ નિમિત્તે યોજાયો તેના મુખ્ય યજમાન રહ્યા અને સુખ સમૃદ્ધિ ની પ્રાર્થના કરી. આ પ્રસંગે ભેડા પરિવાર ના ડૉ.શ્રી હેમંત ભાઈ જોશી,શ્રી સુરેશ ભાઈ જોશી અને સદસ્યો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે સર્વે દ્વારા"ઇદમ ન મમ" કા સાર્થક પત્યેક મેં વ્યહવાર હો"
ઉદાત્ત ભાવના સાથે ગાયત્રી મંદિર ખાતે હવન સાથે ગાયત્રી માતા જી માં પાટોત્સવ ની પૂર્ણાહુતિ થઈ
આ પ્રસંગે મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી દ્વારા પ્રાસંગિક પ્રસંગ વિશે વિગતે કહેતા જણાવે છે કે
"બિલેશ્વર મહાદેવ ના મંદિરમાં ગાયત્રી યજ્ઞ નું ભાવ પૂર્ણ રીતે આયોજન કરવામાં આવેલ અને માં ગાયત્રી પાસે જ્ઞાતિ અને વિશ્વ કલ્યાણ અને સદવિચાર સર્જન ની કામના અને પ્રાર્થના કરેલ જેમાં બોર્ડિંગ ના કાર્યકરો અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ અને બોર્ડિંગ ની આધ્યાત્મિક વૈચારિક પ્રક્રિયા ને આગળ લઈ જવા સંકલપિત થયેલ"
============================
ગાયત્રી હવન પ્રસંગે ઉપસ્થિત અગ્રણીઓ::
શ્રી ગીરીશ ભાઈ વ્યાસ, ટ્રસ્ટી શ્રી,શ્રી અલ્પેશ ભાઈ જોશી વિદ્યાર્થી ભવન મંત્રી શ્રી, અન્ય અગ્રણી શ્રી ધીરેન ભાઈ વ્યાસ આર.ટી.ઓ એડવા ઈઝર અને વીમા સલાહકાર ,
નીરવ ભાઈ જોશી,ધર્મેશ ભાઈ જોશી એજી બી એસ પ્રમુખ, સુરેશ ભાઈ બી.જોશી,એજી બી એસ મંત્રી શ્રી,અમિત ભાઈ વ્યાસ રિલાયન્સ ઇન્સ. વાળા, શ્રી ગજેન્દ્ર ભાઈ જોશી,જુનાગઢ ના ઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજન નો લાભ લીધો હતો.
આ પ્રસંગે હવન ના આચાર્ય પદે શ્રી સુભાષ ભાઈ,રાણાવાવ ગાયત્રી પરિવાર ના ઓ ઉપસ્થિત રહ્યા હતા અને હવન વિધિ સંપન્ન કરવી હતી
============================
પાટોત્સવ ના યજમાન શ્રી રેવા શંકર ભાઈ રામજી ભાઈ જોશી (ભેડા જોશી પરિવાર) વિશે::
શ્રી રેવા શંકર ભાઈ જોશી નું મૂળ પૈતૃક વતન ભોડદર તા.રાણાવાવ છે. તેઓ વર્ષો થી રાણાવાવ સ્થાયી થયા છે અને પ્રિન્ટિંગ ના વ્યવસાય મા છે તેઓ ગાયત્રી પ્રિન્ટિંગ પ્રેસ વ્યવસાયિક એકમ ધરાવે છે.
અત્રે જણાવવા નું કે તેઓ પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે હાલ કારોબારી સદસ્ય છે.
તેમજ તેઓ દ્વારા પોરબંદર સમૂહ યજ્ઞોપવિત તથા લગ્નોત્સવ ના લગ્ન કંકોત્રી નિમંત્રણ કાર્ડ વી.ના પ્રિન્ટિંગ ની સેવા પણ પૂરી પાડે છે.
પોરબંદર વિદ્યાર્થી ભવન પરિસર મા ગાયત્રી મંદિર આવેલ છે જેની સ્થાપના ભેડા જોશી પરિવાર દ્વારા કરવા મા આવેલ છે.જે તેઓ ના પરિવાર દ્વારા પિતાશ્રી રામજી ભાઈ મયારામ જોશી તથા માતુશ્રી દયા બેન રામજી જોશી ના સ્મરણાર્થે વિક્રમ સવંત ૨૦૭૬ મા પોષ વદ ૪ ના દિવસે કરવા મા આવેલ છે.
અસ્તુ.
@ નરેન્દ્ર જોશી
9427502399
Comments
Post a Comment