શણગાર પ્રતિયોગિતા પરિવાર માં શ્રેષ્ઠ વિજેતા કાવ્ય કૃતિ ::"સભા" :: શબ્દો ના બેન્કર :: શ્રી રોહિત ભાઈ જોશી, અમદાવાદ, અભિનંદન💐
"શબ્દો ના બેન્કર" શ્રી રોહિત ભાઈ જોશી, અમદાવાદ, અભિનંદન💐
કાવ્ય કૃતિ તથા પરિચય સાદર
આપણા અમદાવાદ સ્થિત શ્રી રોહિત ભાઇ જોશી,અમદાવાદ શબ્દો ના બેન્કર છે તેઓ આપણા સાહિત્ય અને કલા ગ્રૂપ માં કાવ્ય રચના રજૂ કરે છે.
તેઓ ની "સભા" વિષય પર શબ્દ શણગાર જૂથ આયોજિત તાજેતર ની તા.૨.૩.૨૩ ની પ્રતિયોગિતા માં શ્રેષ્ઠ વિજેતા કૃતિ *સભા* રજૂ થઈ અને શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ પામી....... અભિનંદન.
પ્રતિયોગિતા ક્રમાંક ૩૧ માં "સભા" વિષય પર શબ્દ શણગાર પ્રતિયોગિતા પરિવાર માં શ્રેષ્ઠ વિજેતા કૃતિ સાદર રજૂ.....
. *✒️શબ્દ શણગાર પ્રતિયોગિતા પરિવાર✒️*
૦૨ ફેબ્રુઆરી પ્રતિયોગિતા શબ્દ: સભા.
*રોહિત જોશી.*
*ઉપનામ: '.....'*
*અમદાવાદ.*
*🏆BEST OF FIVE🏆*
2️⃣
*💐અભિનંદન💐*
*દ્વિતીય ક્રમાંક વિજેતા.*
*પદ્ય વિભાગ.*
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
*પ્રતિયોગિતા ક્રમાંક: ૩૧*
*વિષય: સભા*
*પ્રકાર: પદ્ય*
*શબ્દ સંખ્યા: ૭૫*
*શીર્ષક: શોધું છું...*
*શોધું છું...*
ભીતર પડેલો માહ્યલો શોધું છું
વૃક્ષ ને વિંટળાયેલ વાયરો શોધું છું
મૌન ની વેધકતામાં શબ્દ શોધું છું
પાંપણ ઓથે છુંપાયેલ આંસુ શોધું છું
ઘુંટવા નવી પાટી માં એક એકડો શોધું છું
તોલવા દર્દ નું વજન,એક ત્રાજવું શોધું છું
લખવા માટે પાને પાને ખાલી હાંસિયાં શોધું છું
*શોક સભા* છે મારી, હું બેસવા ખાલી જગ્યા શોધું છું
ફૂંકી શકે જે પ્રાણ વાંસળીમાં એવો એક નિશ્વાસ શોધું છું
મીણ જેવો મુલાયમ પથ્થર, કાળજુ કોરવા શોધું છું
*- રોહિત જોષી*
*અમદાવાદઃ*
*02/02/2023*
🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈🥈
*નિર્ણાયકશ્રી:* કિરણ ચોનકર. ધરમપુર.
કવિ સદસ્ય શ્રી રોહિત ભાઈ આર.જોશી નો પરિચય::
આર. સી.જોશી પરિવાર ના શ્રી રોહિત ભાઈ જોશી, એટલે વૈવિઘ્ય સભર વ્યક્તિત્વ જેને કહેવાય કે Multi Faceted Personality. તેઓ નો જન્મ સને ૧૯૫૮ માં ગાંધીનગર સ્થિત આર. સી. જોશી પરિવાર માં થયો.
તેઓ સરળ જીવન સાથે અને મળતાવડો, રમુજી, પ્રફુલ્લિત સ્વભાવ એજ એમની ઓળખ. તેઓ પાસે થી જાણવા જેવું અને કંઇક વિશેષ હોય. ......હા, તેઓ વ્યવસાયે બેન્કર રહ્યા પરંતુ સાહિત્ય,લલિત કલા વી. માં તેઓ ની રુચિ એક વિશિષ્ટ વ્યક્તિત્વ.... ફોટોગ્રાફી તેઓ નો ખાસ શોખ
તેઓ એ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ખાતેન થી એચ. આર. કોલેજ ના કોમર્સ માં ગ્રેજ્યુએટ થયા અને હોટેલ મેનેજમેન્ટ માં માસ્ટર કોર્સ બી.કે. અમદાવાદ ખાતે થી કર્યો છે.
તેઓ એ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સને ૧૯૮૨ માં અમદાવાદ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફરજ માં જોડાયા. છેલ્લે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, ફોર્ટ મુંબઈ, ખાતે થી મેનેજર તરીકે ફરજ બજાવી સને ૨૦૧૮ માં નિવૃત્ત થયા હાલ તેઓ અમદાવાદ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
તેઓ ના લગ્ન લંડન સ્થિત વોરા પરિવાર માં કુ. જ્યોતિકા બેન વોરા સાથે થયા
તેઓ ફોટોગ્રાફી,સંગીત ની તેઓ ની હોબી રહી તથા સાહિત્ય ના અભ્યાસુ રહ્યા.તેઓ કાવ્ય રચનાકાર રહ્યા તેઓ ની કાવ્ય ની રેસીપી extempore રચના કરી પીરસતા રહે.
વિવિધ સ્થળો ના પ્રવાસ ના પણ તેઓ ખાસ્સી રુચિ ધરાવે છે.
તેઓ એ આફ્રિકા ના વિવિધ સ્થળો મોમ્બાસા, નૈરોબી મસાઈમારા, સઘન પામ્સ, કોલે બીચ તેમજ કેન્યા નો પ્રવાસ કર્યો છે.
તદુપરાંત તેઓ એ યુરોપ નો પ્રવાસ ઉપરાંત ગલ્ફ કન્ટ્રી ઝ ના વિવિધ સ્થળો પેરિસ ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, સ્લોવેકિયા બલ્ગેરિયા,ઝેક રિપબ્લિક,મ્યુનીચ, બ્રસેલ્સ, બેલ્જિયમ, પ્રાગ, સ્કોટલેન્ડ,,દુબઈ, અબુધાબી, મોરીસીયસ, સિંગાપોર, થાઇલેન્ડ, મલેશિયા, સ્પેઇન, પોર્ટુગલ,ઈટાલી વી.દેશો નો પ્રવાસ કર્યો છે
====================
@નરેન્દ્રભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment