સદસ્ય પરિચય :વિશેષ કૌશલ ધરાવતા શ્રી સૂરજ ભાઈ
એજી બી એસ સદસ્ય કે જેઓ અદ્યતન ટેકનોલોજી સાથે પ્રસંગો નું જીવંત પ્રસારણ નું ટેકનિકલ નોલેજ ધરાવે છે.
પોરબંદર પ્રથમ સમૂહ લગ્ન નું વિડિયો શૂટિંગ કરનાર.
સને ૨૦૦૧ થી ફોટોગ્રાફી ફિલ્ડ સાથે જોડાયેલ
જીવંત પ્રસારણ ના નિષ્ણાત અને યૂટયૂબર
જેઓ એ જ્ઞાતિ ના જાહેર પ્રસંગો માટે જીવંત પ્રસારણ માટે ફ્રી સેવા માટે સંકલ્પ જાહેર કર્યો છે.
જાણો આ સેવાભાવી સદસ્ય વિશે
======================
તાજેતર માં આપણી ચિંતન ગ્રુપ વોલ પર જૂનાગઢ સ્થિત શ્રી અશોક ભાઈ કરશન જી વ્યાસ પરિવાર ની કથા તા.૩૦.૩.૨૩ થી ૫.૪.૨૩ નું જીવંત પ્રસારણ નો લાભ સર્વે સદસ્યો ને મળ્યો.
આ જીવંત પ્રસારણ કરનાર એ આપણા એજી બી એસ ના કેશોદ સ્થિત શિવમ્ સ્ટુડિયો ના શ્રી સૂરજ ભાઈ વ્યાસ.
=======================
સૂરજ ભાઈ વ્યાસ સાથે ને કેશોદ જાહેર પ્રસંગ માં બે વખત મળવા નું થયું. તેઓ સાથે ની મુલાકાત માં જાણવા મળ્યું. કે પોરબંદર પ્રથમ સમૂહ લગ્ન નું શૂટિંગ વીડિયો ગ્રાફિક તેઓ એ કરેલ છે.
પોરબંદર છેલ્લા વીસેક વર્ષ થી સમૂહ લગ્ન તથા યજ્ઞોપવિત ના પ્રસંગ નું આયોજન કરે છે.ગત વર્ષે ૧૨ માં સમૂહ લગ્ન નું આયોજન થયું અને જેમાં "પોરબંદર પ્રથમ સમૂહ લગ્ન નું શૂટિંગ શિવમ્ વિડિયો દ્વારા કરવામાં આવેલ છે."
===========================
એજી બી એસ માટે સેવાકીય અભિગમ અને નેમ ::
તેઓ એક સરળ અને સાલસ સ્વભાવ ના તેઓ ની મુલાકાત દરમિયાન કહ્યું "આપણી જ્ઞાતિ ને મારી જ્યાં ક્યાં જરૂર હોય ત્યાં મને વિડિયો ગ્રાફિ કે જીવંત પ્રસારણ માટે વિના સંકોચે સંપર્ક કરે હું જ્ઞાતિનું કામ અવશ્ય કરી આપીશ" તેવો સંકલ્પ જાહેર કર્યો.
જ્ઞાતિ ના જાહેર પ્રસંગો માટે જીવંત પ્રસારણ માટે ફ્રી સેવા માટે સંકલ્પ જાહેર કર્યો છે. અને અગાઉ તેઓ ફ્રી સેવા આપી ચૂક્યા છે.
========================
કારકિર્દી વિકાસ નું શ્રેય પોતાના માતા પિતા ને આપતા કહે છે ::
"મારી કારકિર્દી માં મારા માતા પિતા અને કુટુંબનો સિંહ ફાળો રહ્યો છે"
વ્યવસાય માં તેઓ હરીફાઈ નહિ પરંતુ ટેકનિકલ નોલેજ અને વ્યવસાય ના વિકાસ ને મહત્વ આપતા કહે છે ::
"મારી લાઈન માં મને હરીફાઈ કરવા કરતાં ટેકનિકલ વસ્તુ નું જ્ઞાન મેળવી વસ્તુ વસાવી બિઝનેસ કરવાનો શોખ છે"
અદ્યતન ટેકનોલોજી સાથે જીવંત પ્રસારણ ::
તેઓ પાસે liveu solo ની device સાથે અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે જેથી જીવંત પ્રસારણ ની અદ્યતન સુવિધા છે. જે બે dongle સાથે કાર્યાન્વિત છે. આમ વ્યવસાય માં તેઓ અપ ટુ ડેટ્સ ટેકનોલોજી સાથે કાર્ય કરી રહ્યા છે જેથી clarity સાથે જીવંત પ્રસારણ કરે છે.
============================
સૂરજ ભાઈ વ્યાસ વિશે::
શ્રી સૂરજ ભાઈ ઉકાભાઇ વ્યાસ, કેશોદ વ્યવસાયે ફોટોગ્રાફર તથા વિડિયો ગ્રાફર નાઓ નું મૂળ પૈતૃક વતન પીપળી તા.કેશોદ. તેઓ કોમર્સ ના સ્નાતક છે અને કોમ્પ્યુટર માં ડિપ્લોમા કર્યો છે (TY B.Com DCS).
તેઓ એ અભ્યાસ સાથે સને ૨૦૦૧ થી શિવમ્ વિડિયો & કોમ્પ્યુટર કેશોદ ખાતે પોતાના વ્યવસાય માં આશરે ૨૨ વર્ષ થી કાર્યરત છે.
તેઓ નો જન્મ સને ૧૯૮૦ ના ૨૫,ઓગસ્ટ ના રોજ વ્યાસ પરિવાર મા શ્રી ઉકા ભાઈ @ ભાઈશંકર હરિશંકર વ્યાસ તથા શ્રીમતી ધીરજ બેન ને ત્યાં થયો. તેઓ નું પૈતૃક વતન પીપળી (બાવાની) તા.કેશોદ છે.
તેઓ પારિવારિક જીવન માં શ્રીમતી જાનકી બેન તથા બે સંતાનો એક પુત્ર, નીરવ , એક પુત્રી વૈદેહિ સાથે સ્થાયી છે.
તેઓ વિડિયો ફોટો અને વીડિયો સ્ક્રીન , ક્રેઈન કેમેરા ડ્રોન કેમેરા વાયરલેસ કેમેરા તેમજ વિડિયો અને ફોટો એડીટિંગ સોશિયલ મીડિયામાં લાઈવ સત્સંગ કથા નું જીવંત પ્રસારણ વી. વ્યવસાયિક પ્રોજેક્ટ હાથ ધરી કેશોદ અને આજુબાજુ ના વિસ્તાર માં તેઓ આ વ્યવસાય માં આગવી સિધ્ધિ અને નામ ધરાવે છે.
શિવમ વિડિયો એન્ડ કોમ્પ્યુટર સ્ટુડિયો,કેશોદ::
તેઓ સને ૨૦૦૧ થી ફોટોગ્રાફી, વીડિયો ગ્રાફી ના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેઓ કેશોદ ખાતે શિવમ વિડિયો એન્ડ કોમ્પ્યુટર સ્ટુડિયો,રાજ સિનેમા રોડ રેલ્વે સ્ટેશન સામે કેશોદ ખાતે આવેલ છે.
તેઓ શિવમ વિડિયો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એકાઉન્ટ ધરાવે છે જે વિવિધ પ્રસંગો નું કેશોદ અને નજીક ના વિસ્તાર ના પ્રસંગો નું પ્રસારણ કાર્ય કરે છે.
બહોળો ફોલોઅર વર્ગ::
શિવમ વિડિયો ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આશરે 1.6k જેટલા ફોલો અર છે. ઓગસ્ટ,૨૦૧૭ થી યુટ્યુબ ચેનલ એકાઉન્ટ ધરાવે છે આશરે,૯૬ હજાર થી વધુ પ્રેક્ષક લોકો એ અત્યાર સુધી માં તેઓ ની ચેનલ ની વિઝિ ટ કરી છે.
સાહિત્ય કલા ડાયરો, ધાર્મિક પ્રસંગો નું પ્રસારણ::
સૌરાષ્ટ્ર ના વિવિધ લોક સાહિત્ય ડાય રો, કાન ગોપી રાસ,ભાગવત કથા, શિવપુરાણ વી.ધાર્મિક કથા પ્રસંગો, યજ્ઞ , દુહા, છંદ,લોકવાર્તા વી ના પ્રસારણ સાથે આશરે ૧૭૦ થી વધુ વિડિયો નું સ્ત્રીમિંગ અને પ્રસારણ માટે નું શ્રેય જાય છે.
કેશોદ બ્રહ્મ સમાજ નવરાત્ર મહોત્સવ જીવંત પ્રસારણ ::
છેલ્લા ૧૪ વર્ષથી સમસ્ત બ્રહ્મ સમાજ નવરાત્રી મહોત્સવ નું જીવંત પ્રસારણ ,
તેમજ એજી બી એસ કેશોદ ના જ્ઞાતિ ના પ્રસંગ નું પ્રસંગોપાત જાહેર પ્રસંગો નું વિડિયો ફોટો લાઈન ને લાગતા દરેક કામ ફ્રી ઓફ કોસ્ટ કરી સેવા કાર્ય કર્યું છે.
સંપર્ક : ફોન નંબર: 9712193894
ઇ મેઇલ આઇડી:: shivam_ksd@rediffmail.com
પ્રસારણ નો ગ્રુપ ને મળ્યો લાભ::
ભાગવત કથા::
૧.તા.૩૦.૩.૨૩ થી ૫.૪.૨૩ અશોક ભાઈ કરશન જી ભાઈ વ્યાસ પરિવાર ભાગવત કથા
૨.તા.૩.૧૦.૨૧ સમસ્ત દવે પરિવાર કેશોદ ની ભાગવત કથા વક્તા પૂ. શ્રી યજ્ઞેશ ભાઈ ઓઝા
વાર્ષિક સુરાપુરા કુળદેવ યજ્ઞ::
૩.તા. ૧૯.૧૧.૨૦ ના રોજ પીઠી યા જોશી પરિવાર હવન નું જીવંત પ્રસારણ.
૪.તા.૨૧.૧૧.૨૦૨૦ વસરા જોશી પરિવાર વાર્ષિક હવન બ્રાહ્મણી માતાજી અને સોંદર ડા દાદા નો હવન જીવંત પ્રસારણ
અન્ય પ્રસંગો::
૫.તા.૩૦.૪.૨૨ ના ચૈત્ર વદ અમાસ ના સર્વપિતૃ અમાસ ના દિવસે કેશોદ એજી બી એસ નું જીવંત પ્રસારણ
ઉપસંહાર અને સમાપન:;
સૂરજ ભાઈ આધ્યાત્મિક વિચાર સાથે કર્મ વિશે કહે છે "હું દ્રવ્ય કરતા કામ ને કર્મ માની મહત્વ આપુ છું...કર્મ મહાન તો ધર્મ મહાન ધર્મ મહાન તો સમાજ અને ઘર મહાન...આ જગત માં કર્મ સિવાય બીજું કશું નથી"
કેશોદ એજી બી એસ ના આપણા ગ્રુપ સદસ્ય શ્રી સૂરજ ભાઈ વ્યાસ ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા અને સમાજ સેવા ના કાર્ય જીવંત પ્રસારણ નો લાભ આપતા રહે તેવી અભ્યર્થના.
અસ્તુ.
======================
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment