જીવન ગૌરવ પુરસ્કાર સન્માનિત અગ્રણી ભાષા શાસ્ત્રી:: ડૉ .ઉર્મિ બેન વ્યાસ દેસાઈ
પરિચય ::
ચોરવાડ પંથક એ ધીરુ ભાઈ અંબાણી જેવા વિખ્યાત ઉદ્યોગપતિ વ્યક્તિત્વ ભેટ આપ્યું તેવું એક આઝાદી ના લડવૈયા અને જાજરમાન વ્યક્તિત્વ આપણા એજી બી એસ નું એટલે કામેશ્વર ભાઈ ગગજી ભાઈ વ્યાસ જેઓ આપણા એજી બી એસ ના જૂની પેઢી ના અગ્રણી અને તેઓ ના પુત્રી અગ્રણી ભાષા શાસ્ત્રી પૈકી ના એક એવા ડૉ .ઉર્મિ બેન વ્યાસ દેસાઈ.( બોર્ન: ૧૯૩૮)
મહારાષ્ટ્ર સરકાર સાહિત્ય અકાદમી સને ૨૦૨૦,૨૦૨૧ અને ૨૦૨૨ ના ત્રણ વર્ષ ના કોરોના ને લીધે લેખકો,સાહિત્યકાર શ્રી નું સન્માન કોરોના ને લીધે સન્માન થયું ન હતું જે અંગે મહારાષ્ટ્ર સરકાર તેઓ ને નર્મદ સાહિત્ય પુરસ્કાર,જીવન ગૌરવ પુરસ્કાર, વાંગમય પુરસ્કાર વી.થી તા.૨૫.૮.૨૩ ના રોજ નવાજવા જઈ રહ્યા છે.
જેમાં આપણા આદરણીય ડૉ. ઉર્મિ બેન દેસાઈ ને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સને 2020-21 નો સાહિત્ય નો ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ "જીવન ગૌરવ" તા ૨૫.૮.૨૩ ના રોજ પ્રાપ્ત થવા જઈ રહ્યો છે જે ગૌરવ ની વાત છે.
અત્રે જણાવવાનું કે અગાઉ મહારાષ્ટ્ર સરકાર સાહિત્ય અકાદમી દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે શ્રી શિરીષ ભાઈ મહેતા સને ૨૦૧૭ માં જીવન ગૌરવ પુરસ્કાર થી મહારાષ્ટ્ર સરકાર દ્વારા સન્માનિત થયા છે.
ડૉ. ઉર્મિ બેન વ્યાસ દેસાઈ ને વર્ચ્યુઅલ માધ્યમ થી મળ્યાનો આનંદ થયો અને આ ગૌરવવંતી વેળા એ અભિનંદન પાઠવ્યા.
ડૉ . ઉર્મિ બેન વ્યાસ દેસાઈ, એટલે વિદ્વાન અને સરળ વ્યક્તિત્વ ઉમર થઈ એટલે યાદ શક્તિ પર જરા જોર લગાડી યાદ કરે પરંતુ દરેક વાત ની સ્મૃતિ ઓ ચોક્કસ કહે આમ ૮૫ વર્ષ ની ઉંમરે સ્ફૂર્તિ સાથે જૂની સ્મૃતિઓ તાજી કરી.
=============================
ડૉ. ઉર્મિ બેન વ્યાસ દેસાઈ નો જન્મ 5 એપ્રિલ 1938ના રોજ મુંબઈ સ્થિત આઝાદી ની લડત માં સક્રિય ભાગ લીધો તેવા સ્વાતંત્ર્ય સેનાની પિતા શ્રી કામેશ્વર ભાઈ ગગજી વ્યાસ અને માતા રંભાબહેન ને ત્યાં થયો હતો. વ્યાસ પરિવાર નું વતન કુકસ વાડા તા.ચોરવડ.
તેઓ એ સને 1955માં મેટ્રિક પછી, ગુજરાતી અને સંસ્કૃત વિષયો પર બેચલર ઓફ આર્ટસ (1961) અને માસ્ટર ઓફ આર્ટસ (1963) ડિગ્રી પૂર્ણ કરી. અને સને 1967 માં હરિવલ્લભ ભાયાણીની દેખરેખ હેઠળ તેમના સંશોધન કાર્ય ગુજરાતી ભાષા અંગસાધક પ્રત્યયો માટે પીએચડી પ્રાપ્ત કર્યું
=============================
તેઓ ભાષા શાસ્ત્રી તરીકે વિવિધ પ્રોજેક્ટ પર કામ કર્યું. તેઓ એ મુંબઈ યુનિવર્સીટી માં ગુજરાતી ડિપાર્ટમેન્ટ માં સાત વર્ષ મેમ્બર સદસ્ય તરીકે કામ કર્યું. અને 1965 થી 1972 સુધી, તેઓ એ ભાષાશાસ્ત્ર વિભાગમાં સંશોધન સહાયક તરીકે મુંબઈ યુનિવર્સિટીમાં કામ કર્યું.
તેમજ મહાત્મા ગાંધી મેમોરિયલ સેન્ટર માં કામ કર્યું. સને 1973 થી 1981 સુધી, તેઓ એ મહાત્મા ગાંધી સ્મારક સંશોધન કેન્દ્ર અને પુસ્તકાલયમાં સંશોધન અધિકારી તરીકે કામ કર્યું.
આઠ વર્ષ સુધી તેઓ મહારાષ્ટ્ર સરકાર ની ધોરણ આઠ થી દસ ની ગુજરાતી વિષય પાઠ્યક્રમ બાલ ભારતી કમિટી ના સદસ્ય તરીકે રહ્યા છે.
તેઓ એસ એન ડી ટી યુનિવર્સિટી માં
સને 1984 થી 1987 સુધી, તેઓ એ SNDT મહિલા યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કામ કર્યું .
રોટરી કલબ,લાયન્સ કલબ માં વિવિધ પ્રોજેક્ટ માટે ગુજરાતી ભાષા ના લેકચરર તરીકે પણ જાય છે.
તેઓ એ મ્યુનિસિપલ સ્કુલ ના ધોરણ ૧ વિદ્યાર્થીઓ નો vocabulary પર સર્વે કર્યો છે. કોંકણી ભાષા અને પારસી ગુજરાતી ભાષા પણ સર્વે પેપર્સ તૈયાર કર્યા છે.
આમ એક ગુજરાતી ભાષા વ્યાકરણ પર ના વિદ્વાન ભાષા શાસ્ત્રી.
============================
સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સન્માન ૨૦૧૭::
જેમાં તેઓ ના "ગુજરાતી વ્યાકરણ ના ૨૦૦ વર્ષ" જે સને ૧૮૦૮ થી ૨૦૦૮ માં લેખન સંશોધન કાર્ય કર્યું જે માટે સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા સને ૨૦૧૭ માં ₹.૧ લાખ ના રોકડ પુરસ્કાર અને સાઇટેશન સાથે સન્માનિત થયા.
આ અંગે નો તેઓ નો મુંબઈ આકાશવાણી દ્વારા લેવાયેલ રેડિયો ઈન્ટરવ્યુ પણ તત્કાલીન સમયે દિલ્હી દ્વારા રેડિયો બ્રોડ કાસ્ટ થયો હતો
============================
તેઓ જણાવે છે કે "પ્રાથમિક શિક્ષણ માતૃભાષા માં હોવું જોઈ એ"
તેઓ એ જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ ગુજરાત ના મુખ્ય મંત્રી હતા અને શ્રીમતી આનંદી બહેન ગુજરાત સરકાર માં શિક્ષણ મંત્રી હતા ત્યારે ઊંઝા ખાતે સેમિનાર માં આ વિચાર અન્ય શિક્ષણશાસ્ત્રીઓ સાથે તેઓ એ રજૂ કાર્યો હતો. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં માનનીય વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ અમલ માં મુક્યો છે જે આનંદ ની વાત છે.
તેઓ પાસે ભાષા શાસ્ત્રી તરીકે નું જ્ઞાન નો અગાધ ખજાનો.
===========================
શૈશવ ના સ્મરણો::
તેઓ નો જન્મ ૧૯૩૮ માં થયો અને પિતા શ્રી કામેશ્વર ભાઈ સ્વાતંત્ર્ય ની આઝાદી ની લડત માં ગાંધીજી સાથે ભાગ લીધો એટલે "નાની ઉંમર માં પિતાશ્રી સાથે કોંગ્રેસ કાર્યાલય જવાનું થાય ત્યારે ગાંધીજી ના ખોળા માં રમ્યા નો આનંદ પ્રાપ્ત થયો છે"
તેઓ તેમના મોટા બેન ઇન્દિરા બેન સાથે ના આઝાદી ના લડત ના સ્મરણો યાદ કરતા જણાવ્યું કે "તેઓ ના મોટા બહેન ઇન્દિરા બહેન પાંચ વર્ષ ની ઉમર ના હતા ત્યારે માધવ બાગ ખાતે મીટીંગ હતી જેમાં જૂનાગઢ ને આઝાદી અપાવવા માટે "આરઝી હકૂમત" ની રચના તેની પહેલી ટુકડી રવાના થઈ તેને ટચલી આંગળી ના રક્ત તિલક કરી રવાના કર્યા"
તે પ્રસંગ ની સ્મૃતિ યાદ કરી
પિતા જી શ્રી કામેશ્વર ભાઈ વ્યાસ ના સ્મરણો યાદ કરતા કહે છે કે " મારા બાપુ એ કસ્તુરબા ના નીજી સચિવ તરીકે પણ થોડો સમય સેવા આપી હતી"
તેઓ એ પિતા જી ના સુભાષ બાબુ સાથે પણ સેક્રેટરી તરીકે કામ કર્યું તે સ્મરણો યાદ કર્યા.
આમ ડૉ ઉર્મિ બેન એટલે સ્મૃતિઓ ખજાનો.
============================
પારિવારીક::
તેઓ ના જીવન સાથી શ્રી ઘનશ્યામ દેસાઈ ભારતીય વિદ્યા ભવન ના સામાયિક "નવનીત સમર્પણ" માં જીવન પર્યન્ત સેવા આપી
ઘનશ્યામ દેસાઈ ની બાળવાર્તા નો સંગ્રહ "ટોળુ" ટુંકી વાર્તા ઓ નોંધ પાત્ર વાર્તા ઓ રહી અને
વાર્તા ઓ નું નોંધપાત્ર યોગદાન::
તેમની નોંધપાત્ર વાર્તાઓમાં 'ટોલુ', 'કાગડો', 'ગોકલજીનો વેલો', 'લીલો ફાંગો', 'રેન', 'પ્રોફેસર: એક સફર'નો સમાવેશ થાય છે.
તેઓ ના અવસાન બાદ ભારતીય વિદ્યા ભવન ના શ્રી દિપક દોશી સાથે ડૉ.ઉર્મિ બેન વ્યાસ દેસાઈ દ્વારા "બંધ બારણા "(2014) પ્રકાશિત કરવામાં આવ્યું.
તેઓ નું 29 એપ્રિલ 2010ના રોજ અવસાન થયું હતું
ઘનશ્યામ દેસાઈ ના બાળ વાર્તા સંગ્રહ મૌલિક કથા માલા (1990) ને પણ ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
=============================
ટુંક પરિચય::
નામ: ડૉ . ઉર્મિ બેન વ્યાસ દેસાઈ,
એમ.એ., પીએચડી
જન્મ તારીખ: 5 એપ્રિલ 1938 (ઉંમર 85)
એડ્રેસ::મુંબઈ ,
વ્યવસાય:;લેખક, ભાષાશાસ્ત્રી
ભાષા:: ગુજરાતી નોંધપાત્ર કાર્યો અને યોગદાન ::
૧.ગુજરાતી ભાષા અંગસાધક પ્રત્યયો (1967)
૨.ગુજરાતી વ્યાકરણ ના બસો વર્ષ (2014)
નોંધપાત્ર પુરસ્કારો
૩.સાહિત્ય અકાદમી પુરસ્કાર (2017)
પારિવારીક::
તેઓ નો જન્મ 5 એપ્રિલ 1938ના રોજ મુંબઈમાં તેની માતા રંભાબહેન અને તેના પિતા કામેશ્વર વ્યાસને ત્યાં થયો હતો. વ્યાસ પરિવાર નું વતન કુકસ વાડા ચોરવડ છે .
લગ્ન જીવન::
તેઓ એ 1965માં ગુજરાતી ટૂંકી વાર્તા લેખક ઘનશ્યામ દેસાઈ સાથે લગ્ન કર્યા હતા .
શ્રી ઘનશ્યામ દેસાઈ 1962 થી 1969 સુધી સમર્પણ મેગેઝિન (ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત) ના સહાયક સંપાદક તરીકે અને પછીથી 1970 સુધી સંપાદક તરીકે કામ કર્યું.
જ્યારે સમર્પણ નવનીત સાથે ભળી ગયા અને નવનીત સમર્પણ બન્યા , ત્યારે તેઓ 1980 માં તેના સંપાદક બન્યા અને નિવૃત્તિ સુધી ત્યાં કામ કર્યું.
અભ્યાસ::
૧.તેઓ એ સને 1955માં મેટ્રિક પછી, ગુજરાતી અને સંસ્કૃત વિષયો પર બેચલર ઓફ આર્ટસ (1961) અને માસ્ટર ઓફ આર્ટસ (1963) ડિગ્રી પૂર્ણ કરી.
૨.પી.એચ.ડી કર્યું::
સને 1967 માં હરિવલ્લભ ભાયાણીની દેખરેખ હેઠળ તેમના સંશોધન કાર્ય ગુજરાતી ભાષા અંગસાધક પ્રત્યયો માટે પીએચડી પ્રાપ્ત કર્યું હતું .
બાદ માં સને 1969 માં, તેઓ એ જર્મન ભાષા ના પુને યુનિવર્સિટી નો ભાષાશાસ્ત્રમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો.
વ્યવસાયિક કારકિર્દી::
૧.1965 થી 1972 સુધી, તેઓ એ ભાષાશાસ્ત્ર વિભાગમાં સંશોધન સહાયક તરીકે મુંબઈ યુનિવર્સિટીમાં કામ કર્યું.
૨.1973 થી 1981 સુધી, તેઓ એ મહાત્મા ગાંધી સ્મારક સંશોધન કેન્દ્ર અને પુસ્તકાલયમાં સંશોધન અધિકારી તરીકે કામ કર્યું.
૩.1984 થી 1987 સુધી, તેઓ એ SNDT મહિલા યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગમાં કામ કર્યું .
ગુજરાતી ભાષા માં તેઓ નું ભાષાશાસ્ત્રી તરીકે યોગદાન::
તેઓ ને ગુજરાતી ભાષામાં અગ્રણી ભાષા શાસ્ત્રી ઓમાંની એક ગણવામાં આવે છે, અને તેમણે ભાષાશાસ્ત્ર શુ છે? (1976), ગુજરાતી ભાષા અંગસાધક પ્રત્યયો (1972), વ્યાકરણ વિમર્શ (1992), ચાલો આપણે ગુજરાતી લખવાનું શીખીએ (1999), ભાષાનુષંગ (2003), અને રૂપશાસ્ત્ર - એક પરિચય (2007).
તેઓ એ પ્રબોધ પંડિતના સંશોધન કાર્ય પ્રાકૃત ભાષાનો ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો છે.
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
( સ્ત્રોત અને સૌજન્ય:: ડૉ. ઉર્મિ બેન વ્યાસ દેસાઈ અને વિકિપીડિયા)
Comments
Post a Comment