મેંગો પ્રોજેક્ટ અંતર્ગત આવક નો નફો ₹૧.૮૦kપરશુરામ સંકુલ અને એજી બી એસ વિધાર્થી ભવન પોરબંદર ને ચેક અર્પણ કરતા શ્રી ગીરીશ ભાઈ વ્યાસ

આપે કેરી ની ખરીદી સાથે કર્યું પુણ્ય નું કામ જાણો કેવી રીતે.

પોરબંદર બ્રહ્મ અગ્રણી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ ના નામ થી ભાગ્યે જ કોઈ અજાણ હશે.
શ્રી ગિરીશ ભાઈ વ્યાસ સિઝનલ વ્યવસાય સાથે સેવા કાર્ય કરી સંસ્થા માટે ફંડ એકત્ર કરે છે 

જેમાં સાતમ આઠમ ના તહેવાર અને દિવાળી ના તહેવાર માં  મીઠાઈ અને ફરસાણ ની જુદી જુદી આઈટમ નું વેચાણ કરી કે પછી કેરી ની સીઝન માં કેસર કેરી નું વેચાણ કરી જે નફો કમાય તે  સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ યુવા પાંખ  યુવા ના પરશુરામ સંકુલ ના નિર્માણ કાર્ય માં આ પ્રોજેકટ માંથી થયેલ નફો અર્પણ કરે છે.

આમ આપ દ્વારા જો સીઝનલ પ્રોજેક્ટ માં કોઈ ખરીદી થઈ હોય તો તે પરોક્ષ રીતે સેવા કાર્ય માં આપ દ્વારા સપોર્ટ સાથે પુણ્ય કાર્ય થઈ રહ્યું છે.
==========================
તાજેતર માં કેરીની સીઝન માં એક માસ ના ટૂંકા  ગાળા અંતર્ગત મેંગો પ્રોજેક્ટ મા 30 દિવસ ની ટુંકી સિઝન દરમિયાન 900 બોકસ નુ વેચાણ થયેલ તેમા ભૂતનાથ આશ્રમ ખોરાસા ના સહયોગ  થી સારી ગુણવત્તા વાળી ઓર્ગેનિક કેરી બહુ વ્યાજબી ભાવ મા આપેલી અને તેમા ટ્રસ્ટ નો પ્રોફિટ ઉમેરી ને સમસ્ત બ્રહ્મ સમાજ ને આપણે વેચાણ કરેલુ  
================================
 વેચાણ થયું તેમાં જે આવક થઈ તેનો નફો  ₹.૧૮૦૦૦૦/- બંને સંસ્થાઓ ને  અર્પણ કરવા માં આવ્યો ::
    જે કેરી નું વેચાણ થયું તેમાં જે આવક થઈ તેનો નફો પરશુરામ સંકુલ ના નિર્માણાધીન પ્રોજેક્ટ તથા એજી બી એસ વિદ્યાર્થી ભવન,પોરબંદર માં ગીરીશ ભાઈ વ્યાસ દ્વારા  કુલ આવક ના  ₹.૧૮૦૦૦૦/- બંને સંસ્થાઓ ને નીચે વિગતે  અર્પણ કરવા માં આવ્યો
૧.મેંગો પ્રોજેક્ટ (ઓર્ગનીક કેરી (૧૦ કિલોનુ બોક્સ) ના પેકિંગ ના વેચાણ) ની થયેલ આવક ના ₹ ૩૦૦૦૦/- અર્પણ કર્યા એજી બી એસ વિધાર્થી ભવન, પોરબંદર ને ચેક અર્પણ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ,પોરબંદર ના મંત્રી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ.તેઓ દ્વારા એજી બી એસ વિદ્યાર્થી ભવન ના મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી ને અગ્રણી શ્રી ઓ ની ઉપસ્થિતી માં ચેક અર્પણ કરવામાં આવ્યો.
૨.₹.૧૫૦૦૦૦/- સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ દ્વારા પરશુરામ સંકુલ ના નિર્માણ કાર્ય માં અર્પણ કર્યો અગ્રણી શ્રી ઓ ની ઉપસ્થિતિ માં અર્પણ કરવામાં આવ્યો.
============================
ગીરીશ ભાઈ વ્યાસ અને સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ,પોરબંદર ટ્રસ્ટી મંડલ  શ્રી  હાર્દિક ભાઈ જોશી માન્યો ખાસ આભાર::

     "આ પ્રોજેક્ટ મા પોરબંદર ના શ્રી  હાર્દિક ભાઈ જોશી નો ટ્રસ્ટી મંડલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે." 
  "તેઓ ના ભૂતનાથ આશ્રમ ના ટ્રસ્ટીમંડલ સાથે ના સબંધ ને કારણે આપણને આ લાભ મલે છે."

વિશેષ સર્વે મદદ રૂપ થનાર નો આભાર માનતા કહ્યું કે 

"શ્રી  હરિ મંદિર મા પણ પૂ. ભાઇ શરી દ્વારા આંબા મનોરથ મા કેરી ધરાવવામા આવેલ તથા જે લોકો એ સહયોગ આપેલ તેઓ નો પણ ખુબ ખુબ આભાર" 

 તેમજ "જે લોકો એ પ્રત્યક્ષ કે પરોક્ષ સહયોગ આપેલ તેઓ નો ખુબ ખુબ આભાર  ભવિષ્ય મા શ્રાવણ માસ મા સાતમ આઠમ ઉપર મીઠાઇ ફરસાણ  મા પણ સહયોગ  આપશો તેવી પ્રાર્થના  સહ મહાદેવ હર જય પરશુરામ" 🙏🏻🙏🏻🙏🏻💐💐💐સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ પોરબંદર
============================
સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ વિશે::
    સને ૧૯૯૨ માં સમાજની શૈક્ષણિક સામાજિક સાંસ્કૃતિક  અને ધાર્મિક પ્રવૃતિઓ માટે  વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ અસ્તિત્વ માં આવ્યું અને કાર્યરત છે 
      સને ૨૦૨૧ માં ટ્રસ્ટ ની માંગણી અન્વયે ૨૦૦૦ ચો. મી. ( આશરે ૨૪૦૦ ચો.વા.,) પોરબંદર ખાતે જમીન ફાળવણી કરવા માં આવી
વહીવટી શૈક્ષણિક બિલ્ડિંગ તથા,દશ રૂમ સાથે વિદ્યાર્થી છાત્રાલય, લાયબ્રેરી, કાર્યાલય, રસોડું,કોઠાર રૂમ,બે હોલ,  મંદિર, યજ્ઞ શાળા, , તથા કમ્પાઉન્ડ વોલ વી.નું બાંધકામ સાથે શૈક્ષણિક સંકુલ આકાર પામવા જઈ રહ્યું છે.
============================
 પ્રોજેક્ટ સફળ બનાવવા કાર્યરત યુવા ટ્રસ્ટ ટીમ ::
      તેઓ એ અને સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ ટ્રસ્ટ દ્વારા પરશુરામ સંકુલ વનાણા પોરબંદર ખાતે નિર્માણાધીન છે. જેમાં પરશુરામ યુવા ટ્રસ્ટ ટીમ સદસ્યો  મંત્રી શ્રી ગિરીશ ભાઈ વ્યાસ, ડાયા ભાઈ જોશી ,દિનેશ ભાઈ કોઠારી,શ્રી રમણીક ભાઈ પુરોહિત,ભીમભાઇ જોશી,શ્રીધર ભાઈ પુરોહિત, અશ્વિન ભાઈ ઠાકર, ઉદય ભાભા,હરીશ ભાઈ પુરોહિત,જીતેન્દ્ર ભાઈ દવે,અશ્વિન ભાઈ દવે વી.  ટ્રસ્ટી શ્રી ઓ અને અન્ય અગ્રણી કાર્યકર સદસ્યો આ નિર્માણાધીન પ્રોજેક્ટ માટે ફંડ રેજિંગ ની કામગીરી સાથે પ્રોજેક્ટ ને સફળ બનાવવા કામ કરી રહ્યા છે.
=============================
શુભમ ભવતુ 
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૬.૮.૨૩

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐