૫૦ વર્ષની અવિરત સેવા સન્માન ના અધિકારી : પ્રવીણ ભાઈ જોશી

::સંસ્થા ના હિત સર્વોપરી ના સિદ્ધાંત સાથે સ્પષ્ટ વક્તા અને શિસ્ત ના આગ્રહી ::
શ્રી પ્રવિણ ભાઈ જોશી  ગૃહપતિ - કેર ટેકર
     સને ૧૯૭૨ બોર્ડિંગ માં રહી અભ્યાસ કરી હાલ તેઓ ૧૯૭૬ થી મેટ્રિક પાસ કરી ૫૦ વર્ષ થી સેવા આપી રહ્યા છે.
   સેવા ની નોકરી કાળ ની"ગોલ્ડન જ્યુબીલી" પુર્ણ કરી
  =====================
પ્રવીણ ભાઈ જોશી કેશોદ બોર્ડિંગ ના  કેર ટેકર કહો કે વ્યવસ્થાપક તેઓ સને ૧૯૭૨ થી ૨૦૨૪ સુઘી વચ્ચે નો તેઓ નો સને ૧૯૮૩ થી ૮૭ નો પાંચ વર્ષ નો સમય બાદ કરતાં કેશોદ બોર્ડિંગ માં વિદ્યાર્થી તરીકે તથા નોકરીમાં જોડાયા. જે આશરે ૫૦ વર્ષ થી વધુ  તેઓ બોર્ડિંગ સાથે જોડાયેલ રહ્યા. કેશોદ બોર્ડિંગ સને ૧૯૫૦ થી કાર્યરત છે જે ૭૫ વર્ષ પૂર્ણ કરી રહી છે
   ત્યારે શ્રી પ્રવીણ ભાઈ તેઓ ના સેવા ના ૫૦ વર્ષ પૂરાં કર્યા. બીજા શબ્દો માં કહીએ તો "ગોલ્ડન જ્યુબીલી"  પૂર્ણ કરી.
============================
   પ્રવીણ ભાઈ સ્વભાવે સ્પષ્ટ વક્તા અને ખોટી શેહ શરમ માં ન આવે તેવા. તેઓ ના સ્પષ્ટ વક્તા ના સ્વભાવ અને શિસ્ત ના આગ્રહી એવા સ્વભાવ લીધે ઘણી વખત તેઓ કડક વ્યક્તિત્વ લાગે પરંતુ તેઓ ઋજુ સ્વભાવ નું વ્યક્તિત્વ.
      તેઓ એ આ સુવર્ણ કાળ દરમિયાન કેશોદ બોર્ડિંગ ના ઘણા પ્રમુખ અને કારોબારી ના સંચાલન ના સાક્ષી રહ્યા

અહીં ઘણા પ્રસંગો ના પણ તેઓ સાક્ષ્ય રહ્યા.

કેશોદ બોર્ડિંગ ના સંચાલક કેર ટેકર તરીકે વિવિધ સ્વભાવ ના વ્યક્તિઓ ના સંપર્ક માં તેઓ ને આવવા નું થાય પરંતુ સંસ્થા નું હિત સર્વોપરી ના સિદ્ધાંત સાથે કામગીરી કરે.
=============================
તેઓ રસોયા તરીકે જોડાયા અને હાલ ગૃહપતિ - સંચાલક ( કેર ટેકર) તરીકે સેવા આપે છે
    વચ્ચે ના થોડા સમય માટે તેઓ પોરબંદર વિદ્યાર્થી ભવન માં પણ સને ૧૯૯૩ થી બે વર્ષ
માટે સેવા આપી.

પોરબંદર અગ્રણી અને ટ્રસ્ટી શ્રી ગિરીશ ભાઈ વ્યાસ જૂની સ્મૃતિઓ યાદ કરતા કહે છે કે
   "પોરબંદર વિદ્યાર્થી ભવન સને ૧૯૯૨ માં  બિલ્ડિંગ ના લોકાર્પણ બાદ વિદ્યાર્થી ઓ ને રહેવા જમવાની સુવિધા સાથે શરૂ થઈ"

*કેશોદ બોર્ડિંગ માં વિદ્યાર્થી ઓ ની સંખ્યા ના અભાવે બોર્ડિંગ ફેસિલિટી બંધ થઈ*
  
*પોરબંદર ખાતે કેશોદ બોર્ડિંગ ૧૫ શેટી તથા અન્ય કેશોદ બોર્ડિંગ ની રાશન સામગ્રી પોરબંદર વિદ્યાર્થી ભવન શિફ્ટ થઈ "

પૂ.સ્વ વજુ બાપા  [વજુ ભાઈ હરિ શંકર જોશી (ગરેજ વાળા)} ની  પ્રમુખ સ્થાને સને ૯૨ માં  પોરબંદર વિદ્યાર્થી માટે વ્યવસ્થા ચાલુ કરી
જેમાં શ્રી પ્રવિણ ભાઈ જોશી શ્રી વજુ બાપા તથા ટ્રસ્ટી શ્રી મનું ભાઈ જોશી ના આગ્રહ ને વશ થઈ બોર્ડિંગ માં ગૃહપતિ તથા રસોયા તરીકે  બે વર્ષ સેવા આપી
=============================
તેઓ ની આ અવિરત સેવા અને કડક છાપ ધરાવતા સ્પષ્ટ વક્તા અને  ઋજુ સ્વભાવ માટે જરૂર થી એક અદના આદમી નું "શબ્દ સન્માન" કરવા નું મન થાય.
============================
પરિચય::
     પ્રવીણ ભાઈ જોશી નો જન્મ પીઠીયા જોશી પરિવાર માં શ્રી નાગજી ભાઈ જાદવ રાય ને ત્યાં સને ૧૯૫૬ માં ૭ ઓગસ્ટ ના રોજ પૈતૃક વતન નુનારડા તા. કેશોદ ખાતે થયો. પરિવાર ખેતીકામ કરે. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી   તેઓ ધોરણ આઠ માં વધુ હાઈસ્કૂલ અભ્યાસ અર્થે સને ૧૯૭૨ માં વિદ્યાર્થી તરીકે બોર્ડિંગ માં દાખલ થયા.
   તેઓ એ સને ૧૯૭૨ થી ૭૬ સુધી કેશોદ બોર્ડિંગ માં અભ્યાસ ધો.૮ થી ૧૧ ( મેટ્રિક) સુધી અભ્યાસ કર્યો.
  બાદ માં હાઈસ્કૂલ નો અભ્યાસ પૂર્ણ કરી. તેઓ સને ૧૯૭૬ થી નોકરી માં રસોયા તરીકે જોડાયા.
    મેટ્રિક પાસ કરી બોર્ડિંગ માં રહી અભ્યાસ કરી હાલ સેવા આપી રહ્યા છે.
    તેઓ એ સને ૧૯૭૬ માર્ચ થી ૮૩ સુધી કેશોદ બોર્ડિંગ માં રસોયા તરીકે સેવા  આપી.
      વચ્ચે ના સમય માં સને ૧૯૮૩ થી ૮૭ ગલ્ફ કન્ટ્રી  માં દુબઈ વિદેશ નોકરી અર્થે ગયા.
તેમજ
વિશિષ્ટ સેવા::
    વિશેષ તેઓ પીઠીયા જોશી પરિવાર ના સદસ્ય તરીકે ગોઠી ભાઈ ઓ અને પરિવાર ના વાર્ષિક હવન માં પણ રસોયા તરીકે છેલ્લા ૩૭ વર્ષ થી સેવા આપી રહ્યા છે.
    તેઓ દ્વારા રબારી સમાજ ના કરમટા પરિવાર જાદવરાય માતા જી  દર બે વર્ષ માં એક વખત વરસુ નો હવન થાય તેના સ્વ. ગૌરી શંકર બાપા સાથે રસોઈ ઘર માં પણ ઘણા વર્ષો થી સેવા આપી છે.
=============================
પરિચય (ટુંક  વિગત)
૧.નામ: પ્રવીણ ભાઈ નાગજી ભાઈ જોશી
૨.જન્મ તારીખ ::૭.૮.૫૬
૩.જન્મ સ્થળ નુનારાડા
ગોત્ર: shandilya પીઠી યા
કુળદેવી: ભવાની માતા
૪.Aહાલ નું એડ્રેસ : કેશોદ
   B ફોન નંબર ::૯૪૨૯૩૨૦૦૨૮
   C email address
૫.વતન: નુનારાડા
૬.માતા પિતા :
માતા;મણી બેન  પિતા;નાગજી ભાઈ
દાદા :  જાદવ રાય જી
દાદી:: નાથી બા
૭.મોસાળ: જાંબુ , વ્યાસ પરિવાર નાના :વશરામ ભાઈ નાની: ગંગા બા
૮.શૈક્ષણિક માહિતી: દ્યો.૧૧ મેત્રિક્યુલેશન એસ.એસ. સી.
૯.વ્યવસાય ; :: કેશોદ બોર્ડિંગ
વ્યવસ્થાપક કેર ટેકર - ગૃહપતિ
૧૦.ભાઈઓ:સ્વ. મનુ ભાઈ,સ્વ. ગીજુ ભાઈ,દિનેશ ભાઈ
૧૧બહેનો: સ્વ.મંગળા બેન, રમા બેન
૧૨.વૈવાહિક લગ્ન જીવન સંતાનો::
      ચંદીગઢ નિવાસ પરસોત્તમ ભૂરા ભાઈ વ્યાસ ના પુત્રી પ્રજ્ઞા બેન સાથે સને ૧૯૮૭ માં લગ્ન થયા. સંતાનો માં બે સંતાન શ્રી આકાશ ભાઈ તેમજ દુષ્યંત ભાઈ
=============================
શબ્દ સન્માન અને સમાપન::
શ્રી પ્રવીણ ભાઈ જોશી ની અવિરત સેવા માટે શબ્દ સન્માન સાથે તેઓ ને શુભેચ્છા તેઓ અવિરત સેવા કરતા રહે તેવી અભ્યર્થના.
=============================

શુભમ ભવતુ 

@નરેન્દ્ર ભાઈ જોશી

૯૪૨૭૫૦૨૩૯૯
( સૌજન્ય અપડેટ્સ: પ્રમોદ ભાઈ જોશી, કેશોદ - શ્રી ગિરીશ ભાઈ વ્યાસ પોરબંદર)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐