સદસ્ય પરિચય ડૉ.મધુસૂદન ભાઈ વ્યાસ,મોડાસા


સદસ્ય શ્રી મધુસૂદન ભાઈ વિશે ટુંક પરિચય::
💐સદસ્ય પરિચય પ્રો. ડૉ.મધુસૂદન ભાઈ વ્યાસ,( બોર્ન : ૧૯૬૫), મોડાસા 💐
    ડો. મધુસૂદન ભાઈ વ્યાસ એટલે યુવા વ્યક્તિ ને શરમાવે તેવો જુસ્સો,જિજ્ઞાસા થી ભરપુર વિદ્વાન સારસ્વત વ્યક્તિત્વ શાસ્ત્રીય સંગીત વિશે અને રાગ અંગે નું ઊંડાણ ભર્યું જ્ઞાન.
  તેઓ પ્રાધ્યાપક  તરીકે શ્રી કલજી ભાઈ આર. કટારા મહાવિદ્યાલય મુ.શામળાજી જિ. અરવલ્લી  સંસ્કૃત  વિભાગ ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ખાતે ફરજ બજાવે છે. તેઓ  મોડાસા ખાતે રહે છે.
========================
સને ૧૯૬૫ માં વ્યાસ પરિવાર માં જન્મેલા ડો. મધુસૂદન ભાઈ વ્યાસ પિતાશ્રી મનુભાઈ વ્યાસ @ મનુકુમાર ગૌરીશંકર વ્યાસ અને માતા મંજૂલા બહેન ને ત્યાં જામનગર ખાતે થયો

  હાલ તેઓ પ્રાધ્યાપક  તરીકે શ્રી કલજી ભાઈ આર. કટારા મહાવિદ્યાલય મુ.શામળાજી જિ. અરવલ્લી  સંસ્કૃત  વિભાગ ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ખાતે ફરજ બજાવે છે.     ઉત્તર ગુજરાત મોડાસા ખાતે સ્થાયી થયા છે 

ડૉ વ્યાસ સાહેબ એ એમ.  એ.( વેદાન્ત)પૂર્ણ કરી પી એચ ડી ( શિવ ઉપનિષદ) માં કર્યું અને ડોક્ટરેટ થયા. તેઓ ના  રામાયણ,મહાભારત, આધુનિક સંસ્કૃત, નાટક,વૈદિક સાહિત્ય, શાસ્ત્રીય સંગીતરસ ના વિષયો રહ્યા છે.
===========================
તેઓ ડૉ.બી. આર. આંબેડકર યુનિવર્સિટી ના ફેલો મેમ્બર અને સલાહકાર છે
તેમજ હેમચંદ્રસુરી નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ ના કાઉન્સિલ તરીકે સેવા આપી છે.
   તેઓ ની સને ૨૦૧૯ માં  હેમચંદ્રસુરી નોર્થ ગુજરાત યુનિવર્સિટી, પાટણ ના કાઉન્સિલ માં સને ૨૦૧૯ માં સદસ્ય તરીકે નિમણુંક થઈ હતી તેઓ એ સદસ્ય તરીકે પણ સેવા આપી છે.
===========================
તેઓ ને ભાષા જ્ઞાન હિન્દી,અંગ્રેજી,સંસ્કૃત ઉપરાંત રસમય શિક્ષણ, સરળ વ્યાકરણ, સંસ્કૃત સુભાષિત શિક્ષણ, વેદાન્ત દર્શન નું ઊંડું અધ્યયન પણ ખરું.
============================
તેઓ સારા લેખક અને ભાષાંતર કર્તા છે તેઓ ના "ગાંધીવાદી" વિચાર ધારા પર ના જુદા જુદા દસ જેટલા તેઓ દ્વારા અન્ય ભાષા ના  અનુવાદિત આર્ટિકલ્સ વિવિઘ સામાયિક માં પ્રસિદ્ધ થયેલા છે.
      તેઓ ની સને ૨૦૨૧ માં પ્રકાશિત બુક ઈશાવાસ્ય ઉપનિષદ  બી. એડ. ના વિદ્યાર્થી ઓ   કોર્સ માં  અભ્યાસક્રમ માં છે.
=============================
તેઓ ની બુક ના અન્ય પ્રકાશન::
૧.ગુજરાત નું સાંપ્રત સંસ્કૃત સાહિત્ય
(વર્ષ ૧૯૯૮)
૨. વિતાનમ - સંસ્કૃત રિસર્ચ આર્ટિકલ નો સંગ્રહ (વર્ષ:૨૦૦૫)
૩.શોધ શબ્દકોશ સંસ્કૃત રિસર્ચ આર્ટિકલ નો સંગ્રહ (વર્ષ:૨૦૦૮)
૪.નૂતન પરિપ્રેક્ષ્ય માં સંસ્કૃત નાટક - સંસ્કૃત નાટક આર્ટિકલ્સ નું કંપાઈલેશન( વર્ષ:૨૦૧૦)
૫. શ્રી રામકીર્તિ મહાકાવ્યમ્ ( વર્ષ:૨૦૧૮) - આધુનિક મહા કાવ્ય નું ગુજરાતી માં ભાષાંતર
૬. ઈશાવાસ્ય ઉપનિષદ (વર્ષ:૨૦૨૧) બી એડ ના વિદ્યાર્થી ઓ ના અભ્યાસક્રમ બુક
=============================
ખાસ સિદ્ધિઓ::
૧.મોરારી બાપુ ને ત્યાં સંસ્કૃત સત્ર માં "વૈદિક દેવ વરુણ" વિષે નિમંત્રિત વક્તા રૂપે વક્તવ્ય આપેલ છે .
૨.ચાર ઇન્ટર નેશનલ પરિસંવાદો માં હાજરી અને શોધપત્રો નું વાચન.
૩.સાહિત્ય અકાદમી, દિલ્હી માં બે વખત નિર્ણાયક તરીકે રહ્યા અને તેઓ દ્વારા ગુજરાતી નાં ઉત્તમ પુસ્તકો ની પસંદગી માં નિર્ણાયક કરી ચૂક્યા છે.
૪  "રામ કીર્તિ" મહાકાવ્ય નો ગુજરાતી માં અનુવાદ અન્વયે  સને ૨૦૧૩માં થાઇલેન્ડ નો શૈક્ષણીક યાત્રા પ્રવાસ કર્યો  "રામ કીર્તિ" પુસ્તક નો વિશ્વ ની તેર ભાષાઓ માં અનુવાદ થયેલ છે, જે એક માત્ર એવું પુસ્તક છે કે જે નો આટલી ભાષાઓ માં અનુવાદ થયેલ છે.
૫.ગુજરાતી ભાષા નાં વિશ્વ કોશ ટ્રસ્ટ આયોજિત વ્યાખ્યાન  માળા માં "વેદાન્ત દર્શન અને આધુનિક માનવ ની જીવન શૈલી"
વિષય પર વ્યાખ્યાન આપેલ છે.
============================
અસ્તુ
નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐