વિદ્યોતેજક સારસ્વત :: રેવા શંકર વીરજી જોશી પરિવાર
નામ રહતા ઠાકરા, નાણા નહિ રહત,
કીર્તિ કેરા કોટડા, પાડયા નહિ પડંત
=============================
તાજેતર માં જુલાઈ ૨૦૨૪ માં સ્વ.શ્રી રેવાશંકરભાઈ વિરજીભાઈ જોશી પરિવાર દ્વારા સંતાનો શ્રી નટવર લાલ ભાઈ જોશી અને ડૉ.લલિત ભાઈ જોશી ના ઓ એ પરિવાર સદસ્યો ની સ્મૃતિ અને આત્મ કલ્યાણ અર્થે
રાજકોટ ખાતે કેશોદ બોર્ડિંગ નો ડ્રીમ પ્રોજેકટ આકાર પામી રહ્યો છે તે સેવા સદન (આરોગ્ય સદન અને શૈક્ષણિક ભવન) ના બાંધકામ માટે સેવા સદન (આરોગ્ય- શૈક્ષણિક) માં ભવન નિર્માણ બાંધકામ પેટે આર્થિક યોગદાન રૂપે રૂ.6,00,000/- (છ લાખ રૂપિયા) નું અનુદાન આપવામાં આવ્યું.
============================
જોશી પરિવાર પરિવાર દ્વારા
૧.સ્વ.માતુશ્રી મંગળાબેન રેવાશંકરભાઈ વિરજીભાઈ જોશી
૨.સ્વ.શ્રી બળવંતભાઈ રેવાશંકરભાઈ જોશી (પુત્ર),
૩.સ્વ.શ્રી તારામણીબેન બળવંતભાઈ જોશી (પુત્રવધૂ) અને
૪. સ્વ.શ્રી હંસાબેન રેવાશંકરભાઈ જોશી (પુત્રી)*,
૫.સ્વ.શ્રી રેવાશંકરભાઈ વિરજીભાઈ જોશી ની સ્મૃતિ માં આપવા માં આવ્યું.
======================≠=====
દાતા શ્રી સ્વ.રેવા શંકર વીરજી જોશી પરિવાર સદસ્ય ::
પ્રબુદ્ધ, ગાંધીવાદી,શિક્ષક અને સ્વતંત્ર સેનાની ને શત શત વંદન..........
સ્વ.શ્રી રેવા શંકર ભાઈ જોશી પોરબંદર ::
રેવા શંકર ભાઈ જોશી નો જન્મ પોરબંદર તાલુકા ના નેરાણા જોશી પરિવાર માં સને ૧૯૦૮ માં ૨૨ માર્ચ ના રોજ થયો તેઓ પ્રખર ગાંધીવાદી અને આજીવન ખાદીધારી હતા.
તેઓ સારા ગાયક તેમજ હાર્મોનિયમ વગાડી જાણતા તથા સંગીત ના જાણકાર હતા.
તેઓ એ કોલેજ નું ઇન્ટર સુધી અભ્યાસ કર્યો.
અભ્યાસ કૌટુંબિક સ્થિતિ ને લીધે આગળ ન કરી શક્યા અને તેઓ એ સને ૧૯૨૮ માં કોલેજ નું ઇન્ટર વર્ષ પાસ કર્યું અને શિક્ષક તરીકે જોડાયા
બાદ માં ૧૯૩૦ માં તત્કાલીન પોરબંદર રાજવી શ્રી દ્વારા સ્ટેટ સંચાલિત ભાવ સિંહજી હાઈ સ્કૂલ મા અંગ્રેજી ના શિક્ષક તરીકે જોડાયા તેઓ૧૯૪૨ માં પોરબંદર સ્ટેટ માં વડવાળા ગામ ખાતે પ્રાથમિક શાળા ના હેડ માસ્ટર પણ ફરજ બજાવી.તેઓ શિક્ષણ વિભાગ માંથી ૧૯૬૩ માં નિવૃત્ત થયા
============================
અત્રે ઉલ્લેખનીય છે કે આપણા પોરબંદર બોર્ડિંગ ના મુખ્ય દાતા શ્રી ધીરુભાઈ અમૃતલાલ જોશી, લંડન મૂળ વડવાળા ના અને તેઓ સ્વ.શ્રી રેવા શંકર ભાઇ જોશી ના વિદ્યાર્થી હતા અને રેવા શંકર ભાઇ પાસે ચાર ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.
===========================
સ્વ શ્રી રેવા શંકર ભાઈ પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન ના આદ્ય સ્થાપક પ્રમુખ તરીકે સેવા આપી તેમજ કેશોદ બોર્ડિંગ માં પણ તેઓ એ ૧૯૬૦ થી ૧૯૭૨ સુધી સક્રિય સેવા આપી હતી અને તેઓ મંત્રી તરીકે હતા
============================
સ્વાતંત્ર્ય સેનાની અને જેલ વાસ ૧૯૪૨::
તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતા અને ૧૯૪૨ માં તેઓ પોરબંદર સ્ટેટ માં વડવાળા ગામ ખાતે પ્રાથમિક શાળા ના હેડ માસ્ટર પણ ફરજ બજાવી.
============================
તે દરમ્યાન ૧૯૪૨ ભારત છોડો આંદોલન વખતે તેઓ દોઢ માસ જેટલો જેલ વાસ પણ સ્વાતંત્ર્ય સેનાની તરીકે ભોગવી ચૂક્યા છે.
તેઓ સ્કૂલ માં વંદે માતરમ્ ગીત વિદ્યાર્થીઓ ને ગવડાવતા અને ગાંધી વિચાર સરણી નો સત્યાગ્રહ નો પ્રચાર વિદ્યાર્થીઓમાં કરતાં તે માટે જેલ થઈ અને ખાટલો ચાલી જતાં પોરબંદર સ્ટેટ ના જજ સાહેબ દ્વારા નિર્દોષ જાહેર થયેલા.
અત્રે જણાવવાનું કે પ્રખર ગાંધીવાદી, શ્રેષ્ઠ શિક્ષક, સ્વતંત્ર સેનાની હોવા છતાં સ્વતંત્ર સેનાની તરીકે કોઈપણ સરકારી લાભ લીધો ન હતો.
============================
============================
સૌરાષ્ટ્ર સ્ટેટ વખતે ભારત સરકાર દ્વારા બ્રોન્ઝ મેડલ મેળવ્યો::
તેઓ ને સૌરાષ્ટ્ર સ્ટેટ વખતે ભારત સરકાર દ્વારા ૧૯૫૧ ની પહેલી વસ્તી ગણતરી વખતે સારી કામગીરી માટે સારી કામગીરી માટે રાષ્ટ્રપતિ શ્રી નું બ્રોન્ઝ મેડલ પણ સૌરાષ્ટ્ર સ્ટેટ ના ને સૌરાષ્ટ્ર સ્ટેટ ના વડા પ્રધાન @ મુખ્ય પ્રધાન શ્રી ઢેબર ભાઇ ના હસ્તે મળેલ તેઓ ને મળેલ.જે બાર જેટલા શિક્ષક અને કર્મચારીઓ ને મળેલ તે પૈકી ના રેવા શંકર ભાઇ જોશી પણ એક હતા.
============================
તેઓ સારા તરવૈયા પણ હતા અને હર્ષદ
મિયાણી ખાતે ની ક્રીક ની તરણ સ્પર્ધામાં માં સ્ટેટ વખત માં પર્તિસિપેટ કરેલ.
============================
જામનગર અગ્રણી શ્રી કનક ભાઈ ડી વ્યાસ એ સ્મૃતિઓ યાદ કરી સ્મરણાંજલિ
કનક ભાઈ ના શબ્દો માં ::
🙏🙏"પૂજય શ્રી રેવાશંકરભાઈ જોશી આપણી જ્ઞાતિ ના એક વિલિક્ષણ, પ્રબુદ્ધ, અને સાદગીભર્યા ગાંધીવાદી વિચારધારા ધરાવતા, પ્રેરણાદાયી વ્યક્તિત્વ ધરાવતા મહાનુભાવ હતાં."
" મને મારા ભાવસિંહજી હાઈસ્કૂલ પોરબંદર ના વિદ્યાર્થીકાળ (1965 થી 1969) દરમ્યાન ઘણીવખત મળવાનો મોકો મળ્યો હતો."
જે આજે પણ પ્રેરણાદાયી નો એહસાસ કરાવે છે.🙏🙏 =============================
રેવા શંકર ભાઈ જોશી વ્યવસાયે શિક્ષક તેઓ ના કુલ આઠ સંતાનો જેમાં ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓ
૧.બળવંત ભાઈ મુંબઇ
૨. નટવર લાલજોશી, પોરબંદર
૩. ડૉ.લલિત ભાઈ જોશી , પોરબંદર નાના ભાઈ
બહેનો:
૧. ભાનુ બેન જેઠાલાલ ભાઈ વ્યાસ , વિંજલ પર
૨. અનુબેન પરસોત્તમ ભાઈ વ્યાસ, કલકત્તા
૩. જશુબેન રતિલાલ મેહતા લંડન
૪. પુષ્પાબેન ગીરજા શંકર મહેતા કુતીયાણા
૫. હંસાબેન દિનેશ કુમાર વ્યાસ જામનગર
===========================
અગાઉ પણ ડિસેમ્બર ૨૦૨૨ માં કેશોદ બોર્ડિંગ નિર્મિત સેવા સદન આરોગ્ય અને શૈક્ષણિક ભવન રાજકોટ ખાતે રૂમ ના બાંધકામ માટે ₹ ૧,૧૧,૧૧૧/-ડૉ.લલિત ભાઈ જોશી અને શ્રીમતી હીનાબેન દ્વારા તેઓ ની પુત્રી સ્વ. હેતલબેન રાજીવભાઈ ઠાકરની પુણ્ય સ્મૃતિમાં અનુદાન આપવામાં આવ્યું છે.
=============================
પરિવાર દ્વારા વિદ્યોતેજક પ્રવૃત્તિ::
અત્રે ઉલ્લેખનીય છે કે પોરબંદર ખાતે સ્વ. રેવા શંકર ભાઈ જોશી પરિવાર દ્વારા અલગ વિદ્યોતેજક ફંડ પણ શૈક્ષણિક હેતુ માટે રાખી તેમાંથી જરૂરિયાત મંદ ને નાણાકીય સહાય ચૂકવવા માં આવે છે.
જોશી પરિવાર દ્વારા એજી બી એસ પોરબંદર ને ₹ છ લાખ જેવું આર્થિક ભંડોળ સોંપી શ્રી રેવા શંકર ભાઈ વીરજી જોશી વિદ્યોતેજક ફંડ ની રચના કરી પોરબંદર જિલ્લા ના વિદ્યાર્થી ઓ ને શિષ્યવૃત્તિ અને વિદ્યા સહાય માટે ઉભુ કર્યું છે.
તેમજ સને ૨૦૧૭ થી સતત ત્રણ વર્ષ જનરલ નૉલેજ ટેસ્ટ નું પણ આયોજન કરી ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
,============================
ખંભાળિયા જ્ઞાતિ ભવન ખાતે સાઉન્ડ સિસ્ટમ માટે અનુદાન ::
સ્વ.રેવા શંકર ભાઈ જોશી પરિવાર સદસ્યો શ્રી બળવંત ભાઈ દ્વારા અલગ અલગ હેતુ માટે એજી બી એસ યુનિટ માટે ડોનેશન આપવામાં આવે છે જેમાં જામ ખંભાલીય ખાતે એજી બી એસ ભવન માં ₹.૫૦૦૦૦/- પચાસ હજાર નું સાઉન્ડ સિસ્ટમ માટે દાન આપેલ છે
પોરબંદર વિદ્યાર્થી ભવન રૂમ ના દાતા::
પોરબંદર વિદ્યાર્થી ભવન માં ત્રણ રૂમ માટે પણ સ્થાપના વખતે આર્થિક અનુદાન જોશી પરિવાર દ્વારા આપવા માં આવેલ છે.
જુનાગઢ વિદ્યાર્થી ભવન રૂમ માટે આર્થિક અનુદાન::
તેમજ જૂનાગઢ એજી બી એસ વિદ્યાર્થી ભવન માટે એક રૂમ માટે આર્થિક સહાય આપવા માં આવેલ છે.
સોલાર પ્રોજેક્ટ અને એર કંડીશન માટે અનુદાન::
વિશેષ પોરબંદર વિદ્યાર્થી ભવન સોલાર પ્રોજેકટ "સૂર્ય અર્ધ્ય" માટે ₹૧૧૦૦૦/- તથા પોરબંદર ભવન માં એર કંડીશન માટે પણ ₹.૧૧૦૦૦/- નું ડોનેશન પરિવાર દ્વારા અપાયેલ છે
=============================
સ્વ. બળવંત ભાઈ જોશી ( સને ૧૯૩૪ - ૨૦૨૪) દાતા શ્રી સ્વ.રેવા શંકર વીરજી જોશી પરિવાર સદસ્ય::
સ્વ બળવંતરાય રેવાશંકર જોશી, નો જન્મ સને ૧૯૩૪, જાન્યુઆરી ૨૦ ના રોજ નેરાણા જોશી ( ઇસમલિયા) પરિવાર માં માતા મંગળા ગૌરી બેન અને રેવા શંકર ભાઈ જોશી ને ત્યાં પોરબંદર ના અડ વા ણા ખાતે થયો.તેઓ એ પ્રાથમિક તથા હાઈ સ્કૂલ નું શિક્ષણ પોરબંદર જિલ્લા માં લીધું તેઓ નું મોસાળ સ્વ.શ્રી લાધા રામ શંભુ રામ મહેતા ખાખી જાળીયા વાળા મુંબઇ પરિવાર.
તેઓ એ મુંબઈ ને કર્મભૂમિ બનાવી તેમજ ૬૦ વર્ષ સુધી એજી બી એસ મુંબઈ ને સેવા આપી.
તેઓ મુંબઈ એજી બી એસ સેવાનિધી ના સક્રિય કાર્યકર રહ્યા અને સન 2009-14 માં તેઓ એ ઉપ પ્રમુખ તરીકે તેમજ 2014-17 માં મંત્રી તરીકે પણ ફરજ બજાવી.
===========================
સ્વ.બળવંત ભાઈ ના વ્યક્તિત્વ અને સેવા વિશે મુંબઈ સેવા નિધિ પ્રમુખ શ્રી મહેશ ભાઈ વ્યાસ ના શબ્દો માં કહીએ તો ::
"સ્વ.બળવંતભાઇ મુંબઈ સમાજ ના કાર્યો માં છેલ્લા 60 વર્ષ થી તન મન ધન થી જોડાયેલા હતા*
*તેઓ શ્રી એ જીવન ના છેલ્લા તબક્કા સુધી સમાજ ને સેવા આપી*
*તેઓ શ્રી નો મુખ્ય હેતુ શૈક્ષણિક સંવર્ધનનો હતો*
*વંદનીય સ્વ બળવંત ભાઇ એ તેમના પિતાશ્રી સ્વ.રેવાશંકર વીરજી જોષી ના નામ થી રક્ષા બંધન ની નાત મા મુંબઈ ના તેજસ્વી તારલા ઓ ના અંદાજિત 5. વર્ષ સિલ્વર મેડલ ના દાતા શ્રી હતા*
*મુંબઈ તેમજ અલગ અલગ શહેરો માં જ્ઞાતિ ભોજન,સુંદર કાંડ ના પાઠ તેમજ ઘણા સારા કાર્યો માં હંમેશા મોખરે હતા જે હંમેશા યાદ રહેશે*""
===========================
સ્વ બળવંત ભાઈ ની મુંબઈ કર્મ ભૂમિ રહી.તેઓ છેલ્લે નિવૃત્ત જીવન પોરબંદર ગાળી રહ્યા હતા તેઓ નું તા.૨૨.૪.૨૪ ના રોજ પોરબંદર અવસાન થયું.
=============================
=============================
અસ્તુ
નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૨.૮.૨૪
Comments
Post a Comment