મહારાજ પૂ. પ્રવિણ સાગર જી

પારસ સ્પર્શ થી લોખંડ સોનું બને તેમ અધ્યાત્મ નું જ્ઞાન સરળ શબ્દો માં લોક બોલી માં ભજન અને ગીત દ્વારા ગહન અધ્યાત્મ ના  વિષય ને સમજાવી જીવ ને શિવ નું જ્ઞાન કરાવે અને સાધક માંથી શિવત્વ પ્રાપ્ત કરાવી આત્મા ની ઓળખ અપાવે. ટુંક માં જીવ ને શિવ બનાવે કલ્યાણ તરફ વાળે.

આવા અધ્યાત્મ ના પંથી "મહારાજ" તરીકે અનુયાયી વર્ગ અને ચાહક વર્ગ માં જાણીતા શ્રી પ્રવીણસાગરદાસ  વઢિયારી.

ઉત્તર ગુજરાત ના પાટણ જિલ્લા ના હારીજ તાલુકા  ના એક્લવા ગામ ના મહારાજ તરીકે જાણીતા પ્રવીણસાગર  વઢિયારી ને આશરે ૩૦૦ થી વધુ પરિવાર ગુરુ તરીકે માને
 તેઓ ને સામાજિક પ્રસંગો માં માન સાથે બોલાવે.
  શિષ્ય અને ચાહક વર્ગ પરિવાર માં તેઓ સારા નરસા પ્રસંગોમાં અવશ્ય સમયોચિત હાજર રહે.
     તેઓ નું કૌટુંબિક માર્ગદર્શન પણ માંગે. કૌટુંબિક સમાધાન અને માર્ગદર્શન માં તેઓ નો પડ્યો બોલ અનુયાયી ઓ ઉપાડે. 
       "વન મેન આર્મી" ની જેમ લવાદ તરીકે "સમાધાન પંચ" કે "ફેમિલી કોર્ટ" નું કામ કરે.
હાલ અમદાવાદ ખાતે નિવૃત્ત જીવન ગાળી રહ્યા છે.
=============================
        રામાનંદી સાધુ પરિવાર માં જન્મ્યા એટલે પવન સુત હનુમાન જી તેઓ ના ઇષ્ટ અને ઉપાસક. 
       તેઓ નો જન્મ સને૧૯૫૨ માં ૧૩ મી મે ના રોજ રામાનંદી સાધુ પરિવાર માં થયો પિતાશ્રી હર ગોવિંદ ભાઈ   અને માતા કાશી બેન ને ત્યાં  એકલવા ખાતે થયો તેઓ ના વતન  એક્લવા માં ભજન અને ખેતી દ્વારા સંયુક્ત કુટુંબ માં રહ્યા.
   તેઓ એ પ્રાથમિક શિક્ષણ લઈ અને ધોરણ ૧૧ સુધી અભ્યાસ કર્યો
       ઉત્તર ગુજરાત નું ગામ સમી સાસરું સને ૧૯૭૦ માં લગ્ન થયા
        સમી તાલુકા બાસપા ગામના  પૂ.રતન દાસ બાપુ થી ૧૯૮૪ માં વૈષ્ણવી  દીક્ષા લીધી
.   હાલ ગુરુ મહરાજ નો આશ્રમ  મુ . નાની પીપળા રાધનપુર ખાતે બાપા સીતારામ આશ્રમ છે.
       ગુરૂ મહારાજ તા.૨૬.૬.૨૦૨૦ માં બ્રહ્મલીન થયા પૂ.રતન દાસ બાપુ નો વિયોગ થતાં આઘાત લાગ્યો અને દુઃખ થયું પરંતુ અધ્યાત્મ ના પંથી એ સફર ચાલુ રાખી
============================
      સને ૧૯૮૬ ભગવાન બાપુ, કુંવર ધામ તા.સમી ના સંપર્ક માં આવ્યા અને "શિવ સ્વર જ્ઞાન" મેળવ્યું.
    ત્રણ વર્ષ સુધી સેવા કરી ભગવાન બાપુ સને ૧૯૮૯ માં બ્રહ્મલીન થયા.
============================
 પ્રવીણ સાગર મહારાજે વતન છોડ્યું.........
૨૦૦૨ માં અમદાવાદ  આવ્યા. તા.૧૮.૪.૨૦૦૨ ચૈત્ર સુદ પાંચમ

વતન  છોડ્યું

તેઓ ના ગોર મહારાજ અમૃત ભાઇ એ કહ્યું "મહારાજ વતન    એકલવા  છોડી અમદાવાદ વસાવો"
    પરંતુ પ્રવીણ ભાઇ ની આર્થિક પરિસ્થિતિ સામાન્ય અને અમદાવાદ માં આર્થિક રીતે જીવન વ્યહવાર કેમ ચલાવવો તે મુશ્કેલ થાય જે ભય મનમાં ખરો પુત્ર જીતુ ભાઈ ની નોકરી અમદાવાદ અને શરૂઆત જેથી ટૂંકા પગાર માં ગુજરાન કેમ ચલાવવું તે પ્રશ્ન પણ ખરો. પરંતુ તેઓ ના ગુરુ મહારાજ એ પણ એક વખત કહ્યું " અમદાવાદ જઇ વસો ત્યાં બધું થઈ જશે ચિંતા ન કરો "

બસ ગુરુ મહારાજ ની વાત ને માની તેઓ ના વચન માં વિશ્વાસ  તેઓ એ અમદાવાદ સ્થાયી થવાનું વિચાર્યું અને ૨૦૦૨ માં અમદાવાદ સૌ પ્રથમ વાસણા આવ્યા અને ત્યારથી નાની મોટી આર્થિક સંકડામણ વચ્ચે તેઓ નું ગાડું હરિ એ હાંક્યું.

શરૂઆત માં તેઓ એ ભાગ્ય લક્ષ્મી વ્રત કર્યું અને માતાજી ની કૃપા થઈ પછી તો ગાડી પાટે ચડી ગઈ. આ સમય દરમિયાન તેઓ ના અનુયાયી ગણે પણ મદદ કરી.

મદદ માં તેઓ ના મિત્રો અને અનુયાયી ઓ ને નામ સાથે યાદ કરતા કહે  "ભાસ્કર ભાઈ ત્રિવેદી અમદાવાદ માં તેઓ ના સંપર્ક માં આવ્યા અજાણ્યા શહેર અમદાવાદ માં તેઓ એ માનસિક રીતે હૂંફ આપી અને 
પોતે ભજન કરે અને સારા ગાયક જેથી કોઈ સારા પ્રસંગો કથા વી. માં તેઓ ભજન ગાય અને ગુજરાન ચાલ્યું.
========================
ચાર સંતાન ત્રણ પુત્રી એક પુત્ર
પુત્ર હાલ લંડન ખાતે વ્યવસાય અર્થે સ્થાયી
મહારાજ તરીકે જાણીતા પ્રવીણસાગર  વધિયારી ને આશરે ૩૦૦ થી વધુ પરિવાર ગુરુ તરીકે માને
============================
ભજનિક અને સંગીત રુચિ ::
તબલા તથા હાર્મોનિયમ ના તેઓ ને વારસાગત જ્ઞાન જેથી તેઓ ની ધાર્મિક  ભજનો પ્રત્યે ની રુચિ રહી
૧૯૭૮ માં રેડિયો માં સર્વ પ્રથમ આકાશ વાણી અમદાવાદ પર પહેલો રેડિયો પર ભજન પ્રોગ્રામ આપ્યો
     તેઓ ની ઉંમર અને સ્વાસ્થ્ય ના લીધે ૨૦૦૦ માં નિવૃત્તિ લીધી પરંતુ ક્યારેક ભજન માટે હાર્મોનિયમ લઈ નિજાનંદ માં બેસી જાય અને સુરતા સાથે તાર મિલાવે.
============================
મહેમદ પુરા પ્રતાપ બાપુ ઠાકોર  ને યાદ કરતા કહે  "તેઓ એ આર્થિક મદદ જરૂર પડ્યે કરતા તેઓ ભજન માંથી સંપર્ક માં આવ્યા હાલ તેઓ  ના ગુણ ને ભૂલી ન શકાય." તેમ કહી યાદ કરે અને જુની સ્મૃતિ ઓ વાગોળે.
===========================
   એકલવા ના હનુમાન જી "બોડિયા" મારાજ ની અનુભૂતિ::    
   ઘોઘામઢ ખાતે સુખરામ ગીરી બાપુ ને ત્યાં ભજન માં ગયા અષાઢ માં કાળી  રાત રસ્તો ભૂલ્યા  એકલવા ના હનુમાન જી "બોડિયા" મારાજ ની કૃપા ૪૦ વર્ષ ની વયે થયો આત્મ સાત અને ફાનસ લઈ ને મૂકવા આવ્યા.
============================
અસ્તુ
@નરેન્દ્ર ભાઈ જોશી 
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૬.૮.૨૦૨૪

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐