રોહિત ભાઈ ની રતનજી ટાટા સાથે ની મુલાકાત અને યાદગાર સ્મૃતિ
શ્રી રતન ટાટા નું તાજેતર માં તા ૯.૧૦.૨૪ ના રોજ અવસાન થયુ. તેઓ ની સાદગી, સરળતા અને નમ્રતા વિશે ઘણી વાતો આપણે મીડિયા માં વાંચી. તેઓ નાના માણસ સાથે પણ પોતે સબંધ જાળવે પછી ભલે તે ટાટા ગ્રુપ કંપની નો કોઈ કર્મચારી હોય.
=============================
આવો પ્રસંગ આપણા ગ્રુપ સદસ્ય શ્રી રોહિત ભાઈ જોશી ના પિતાશ્રી શ્રી આર સી જોશી નો રતન ટાટા સાથે નો શેર કર્યો.
તમને જાણી ને કદાચ આશ્ચર્ય થશે કે આપણા ગ્રુપ સદસ્ય રોહિત ભાઈ ના પિતા સ્વ.શ્રી આર સી જોશી પણ એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ રહ્યું છે.
તેઓ સારા શિલ્પ અને પેઇન્ટિંગ માં કુશળ હતા તેઓ એ વાળીનાથ ધામ ના સંત અવધૂત શ્રી ચરણ ગિરીજી મહારાજ નું પ્લાસ્ટર ઓફ પેરિસ નું સ્ટેચ્યુ પણ બનાવ્યું છે જે તેઓ ના નિવાસ સ્થાને શો પીસ માં રાખ્યું છે.
આવો એક યાદગાર પ્રસંગ શ્રી રોહિત ભાઈ એ રતન ટાટા નો તેઓ ના પિતાશ્રી શ્રી આર સી જોશી દ્વારા રતન ટાટા નું પેઇન્ટિંગ બનાવી ભેટ મોકલ્યું તે બાબતે શ્રી રતન ટાટા દ્વારા તા.૨૦ ડિસેમ્બર ૨૦૧૦ ના રોજ આર સી જોશી નો પત્ર લખી આભાર વ્યક્ત કર્યો જે યાદગાર સ્મૃતિ શ્રી રોહિત ભાઈ એ ભૂતકાળ માં ધરબાઈ ગયેલ યાદગાર પળ ને પત્ર સાથે શ્રી . રતન ટાટા ને શેર કરી.
પત્ર માં શ્રી આર. સી. જોશી ના બનાવેલ પેન્સિલ પોર્ટ્રેટ થી રતન ટાટા એ કૃતજ્ઞાતા વ્યક્ત કરી આર. સી જોશી ની રૂબરૂ મુલાકાત માંગી અને રૂબરૂ મળવા ની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તે સંજોગોવશત્ મળી શક્યા નહિ.
રોહિત ભાઈ ના મુંબઈ ખાતે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના કાર્યકાળ દરમિયાન સને ૨૦૧૭ માં તેઓ ને અનાયાસ ફોર્ટ માં રિઝર્વ બેન્ક ની ઓફિસ હોય અને ત્યાં ટાટા નું બિલ્ડિંગ બાજુમાં હોવાને લીધે ઓફિસ થી સાંજે ૬.૦૦ ની આસપાસ છૂટવા ના સમયે રતન ટાટા ને પણ ઓફિસ થી છુટવા નો ટાઇમ જેથી બંને સહજ રીતે મળે.
પછી તો મુલાકાત નો આ સિલસિલો ચાલુ રહ્યો રોહિત ભાઈ પણ પારસી શૈલી માં ફાવટ વાળા તેથી રેગ્યુલર મુલાકાત થાય
આ દરમિયાન સને ૨૦૧૭ માં તેઓ ના પિતા શ્રી આર. સી જોશી ના પત્ર બાબતે ઉલ્લેખ સાથે વાત થઈ અને આ મુલાકાત ઓળખાણ માં પરિણમી.
રોહિત ભાઈ એ રતન ટાટા ને સને ૨૦૧૦ ના પત્ર અંગે ની વાત રતન ટાટા સાથે કરી જે ૨૦૧૭ માં આશરે સાત વર્ષ પછી રોહિત ભાઇ મારફતે આર સી જોશી અને રતન ટાટા વચ્ચે ફોન પર વાત થઈ. જો કે પહેલા તો રતન ટાટા એ ફોન પર વાત કરવા માટે પોતાને બીજી જગ્યા એ પહોંચવાનું છે તેથી પછી વાત કરશે. પરંતુ રોહિત ભાઇ ના આગ્રહ ને વશ થઈ વાત કરવા રતન ટાટા તૈયાર થયા અને આર સી જોશી સાથે આશરે ચારેક મિનિટ વાત કરી.
જેમાં આ ૨૦૧૭ ના સમય માં શ્રી રોહિત ભાઈ જોશી શ્રી રતનજી ટાટા ને રૂબરૂ મળ્યા અને ફોટો ક્લિક કર્યું તે ફોટો ની સ્મૃતિ ૨૦૧૭ ની archives માંથી મળી આવતા રોહિત ભાઈ એ શેર કરી
=============================
સ્વ. શ્રી આર. સી.જોશી , નિવૃત્ત જોઇન્ટ સેક્રેટરી, ગુજરાત સરકાર, (બોર્ન: ૧૯૩૧ - ૨૦૨૩ )
આર.સી.જોશી,ગાંધીનગર, નિવૃત્ત જોઇન્ટ સેક્રેટરી ગુજરાત સરકાર માં છેલ્લે મહેસૂલ વિભાગ માં તેઓ જોઈન્ટ સેક્રેટરી નાં પદે રહી ને ફરજ બજાવી સને ૧૯૯૧ માં વય નિવૃત્ત થયા હતા. તેઓ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ચેરમેન તરીકે પણ સેવા આપનાર એકમાત્ર નોન પોલિટિકલ અને નોન IAS હતાં, ત્યાર પછી સરકારે નક્કી કર્યું કે હવે ફ્ક્ત અને ફ્ક્ત IAS officer અને પોલિટિશિયન્સ સિવાય બીજા કોઈ ને ચેરમેન પદે નિમણૂક નહિ કરાય.
તેઓ આર. સી. ના ટૂંકા નામ થી સ્નેહી પરિજન અને અંગત વર્તુળ માં જાણીતા હતા.
તેઓ ગાંધીનગર ખાતે નિવૃત જીવન વ્યતીત કરી રહ્યા હતા.
શ્રી આર. સી. જોશી નું ૯૨ વર્ષ ની વયે તા.૦૨.૦૫.૨૦૨૩ ના રોજ અવસાન થયું.
શ્રી રતિલાલ છગનલાલ જોશી, ( *શ્રી.આર. સી જોશી*) નો જન્મ શ્રી.છગનલાલ નરભેરામ જોશી ( ટીટોળી વાળા) પીઠીયા જોશી પરિવાર માં સને તા.*25/06/1931* ના રોજ થયો હતો.
આર.સી.જોશી,ગાંધીનગર, નિવૃત્ત જોઇન્ટ સેક્રેટરી ગુજરાત સરકાર માં છેલ્લે મહેસૂલ વિભાગ માં તેઓ જોઈન્ટ સેક્રેટરી નાં પદે રહી ને ફરજ બજાવી સને ૧૯૯૧ માં વય નિવૃત્ત થયા હતા. તેઓ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ ચેરમેન તરીકે પણ સેવા આપી હતી.
તેઓ આર. સી. ના ટૂંકા નામ થી સ્નેહી પરિજન અને અંગત વર્તુળ માં જાણીતા હતા.
તેઓ ગાંધીનગર ખાતે નિવૃત જીવન વ્યતીત કરી રહ્યા હતા.
============================
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા ૧૨.૧૦.૨૪
Comments
Post a Comment