રામભાઈ પટેલ :: સ્વ બળે થી આગળ વધેલ, આત્મ નિર્ભર વ્યક્તિત્વ

એકવડો બાંધો અને હાથ માં લાકડી હંમેશા હસતો ચહેરો કોઈ મળે એટલે હાથ જોડી જય શ્રી કૃષ્ણ કરે અજાત શત્રુ અને બાળક જેવું નિર્દોષ વ્યક્તિત્વ એટલે રામભાઈ.

રામ ભાઈ પટેલ એટલે નિઃસ્વાર્થ  વ્યક્તિત્વ ૮૫ વર્ષ ની વયે પણ યુવાન જેવો તરવરાટ નિયમિત યોગ અભ્યાસ અને વ્યસન થી દૂર.

બાળક જેવો સ્વભાવ અને નિર્દોષ સરળ વ્યક્તિત્વ હંમેશા કહે " ભઇ હું તો નાનો બાળક છું તમો છો એટલે મારે કોઈ ચિંતા નથી"

તેઓ એ મેત્રિક્યુલેટ કરી અને વ્યવસાય અને આજીવકા અર્થે મુંબઈ ગયા અને મુંબઈ ને કર્મ ભૂમિ બનાવી.

પોતાના વૃદ્ધ માતા પિતા ની વતન માં સેવા માટે મુંબઈ છોડ્યું અને વતન માં વ્યવસાય શરૂ કરી સેવા કરી.

============================
રામ ભાઈ નો જન્મ ૧૪.૪.૧૯૩૯ માં પાનસર તા.કલોલ જે તાલુકા ના પટેલ પરિવાર માં થયો પિતા શ્રી સોમનથ ભાઈ અને માતા મણીબેન. પરિવાર માં ત્રણ ભાઈઓ જેમાં બે નાના ભાઈ બે મોટી બહેન
===========================

રામ ભાઈ એ ૧૯૫૪ માં ધોરણ ૧૦ માં અભ્યાસ કરતા અને ઇતર પ્રવૃતિઓ માં તેઓ ડ્રામા માં ભાગ સ્કુલ માં લેતા જેમાં તેઓ ની નાટ્ય મંડળી નું નાટક સ્કુલ ફર્સ્ટ આવ્યું અને તેઓ ને મુંબઈ પ્રવાસ સ્કુલ તરફ થી કરાવવા માં આવ્યો તેઓ એ મુંબઈ માયા નગરી ને નજીક થી જોઈ અને મનમાં નિર્ધાર કર્યો વ્યવસાય માટે તો મેટ્રિક પાસ કરી મુંબઈ જવું અને આ સ્વપ્ન તેઓ નું સિદ્ધ થયું અને ૧૯૫૬ માં નોકરી અર્થે મુંબઈ ગયા.

=================================

તેઓ એ મેત્રિક્યુલેટ કરી અને વ્યવસાય અને આજીવકા અર્થે  સને ૧૯૫૬ મુંબઈ ગયા કચ્છી શેઠ ને ત્યાં નોકરી કરી અને ત્યારથી પાછું વાળી ને જોયું નહિ સખત મહેનત અને ઈમાનદારી થી સ્વબળે આગળ આવ્યા ૧૯૬૭ માં ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ થયું અને
ગોરેગાંવ માં રહેઠાણ ની જગ્યા શેઠે લઈ દીધી
કચ્છી શેઠ ને ત્યાં નોકરી માં મુંબઈ લાગ્યા. શેઠ વસનજી હેમરાજ લોડાયા ધોતિયું ઝભો અને કાળી ટોપી પહેરે તેઓ સાથે સારી લેણાં દેણી નીકળી પુત્ર ની જેમ રાખ્યો

======{======={{{{================

શેઠ વસનજીભાઈ નો પ્રેમ તેવો જ શેઠાણી   નો પણ રામભાઈ ઉપર પુત્ર ની જેમ રાખે સ્મૃતિ યાદ કરતા કહે " શેઠ ના ભાઈ કલકત્તા રહે એટલે રસગુલ્લા ઘરે આવે એટલે રામ ભાઈ માટે શેઠ સાથે ફેક્ટરી પર મોકલાવે" આમ તેઓ બંને નો પ્રેમ રામ ભાઈ પર રહ્યો.

=================================

શરૂઆત માં પ્રથમ પગાર નહિ આપ્યો અને બીજા મહિને ૪૦ ₹ અને ત્રીજા મહિને ૫૪૦ પગાર થયો.

=============================
પરંતુ મા બાપ પ્રત્યે નું ઋણ અદા કરવા અને તેઓ ની સેવા માટે ૧૯૯૨ માં મુંબઈ છોડ્યું
બાદ ના છત્રાલ ગુજરાત ખાતે જી આઇ ડી સી માં પ્લોટ લઇ કારખાનું શરૂ કર્યું.
પિતા નું સને ૧૯૯૮ માં  દેહાંત થયું.
પિતા નું અવસાન સને ૧૯૯૮ માં ૧૦૨ વર્ષ ની વયે થયું.
=============================
તેઓ ની છાપ રામ ભાઈ ઘડિયાળ નો રોલેક્સ પટ્ટા નું કારખાનું એટલે રામ ભાઈ પટ્ટા વાળા તરીકે જાણીતા
બાદ માં શોખ થી દાઢી રાખી એટલે
રામ ભાઈ  દાઢી વાળા ની છાપ થઈ
=============================
રામ ભાઈ ના લગ્ન ૧૩ વર્ષ ની વયે થોર ગામ મોડાજ ની બાજુ માં ચંપા બેન સાથે લગ્ન થયા
તેઓ ને સંતાનો માં એક પુત્ર અને એક પુત્રી
દીકરી કેનેડા પુત્ર કેતન ભાઈ ઘરનો ધંધો છત્રાલ ફેક્ટરી સંભાળે તેઓ એર કંડી શન ના સ્પેર પાર્ટ નું જોબ વર્ક. કાકા બંને અમેરિકા એટલે કહે "કેતન અમેરિકા આવી જા"
પરંતુ તેઓ પિતા શ્રી ના સિદ્ધાંત અને ગુણ ગળથૂથી માં મળ્યા એટલે રામ ભાઈ ની સેવા માટે અહી રહ્યા અને સેવા કરે.
તેઓ કહે " કાકા અહીં જ અમેરિકા છે"
=============================
રામ ભાઈ ના માતુશ્રી તેઓ ને નાનપણ માં સંસ્કાર આપ્યા અને રામ ભાઈ બા ને યાદ કરતા કહે તેઓ કહેતા " સંબંધ રાખજે સ્વાર્થ ક્યાંય રાખતો નહિ" જે સિદ્ધાંત ને રામ ભાઈ એ જીવન માં ઉતર્યો.
============================

રામ ભાઈ ના સ્વભાવ વિશે કહીએ તો શાંત અને પોતે જાત ને નુકશાન સહી લઈ કોઈ ને દુઃખ ન પહોંચાડવું આ સ્વભાવ તેઓ ની પુત્રી પારુલ બેન ને વારસા માં મળ્યો.  


@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐