સુસ્ત SVNIT ખાતે અભ્યાસ કરતા:: શ્રી મિતેશ જોશી એ જીત્યો આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં એવોર્ડ ૨૦૨૪
આપ સર્વે ની સાથે સદસ્ય શ્રી ગૌરવ ની પળો શેર કરતા આનંદ અનુભવું છું..........
આપને થશે કે વાત શું છે.......તો જાણવું કે યુવા to be engineer શ્રી મિતેશ જોશી એ જીતી
મિતેશ જોશી હાલ સુરત સ્થિત SVNIT માં કેમિકલ એન્જીન્યરીંગ માં B. Tech. Chemical ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે.
તેઓ અને તેઓ ની ટીમ દ્વારા માઇક્રોબાયલ ફ્યુઅલ સેલ્સ (MFCs) ના ઉપયોગ સાથે
રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઊર્જા - વીજળીમાં રૂપાંતરિત કરે છે
આ સિદ્ધાંત આધારિત SVNIT સુરત ટીમ શ્રી મિતેશ ભાઈ અને તેના ટીમ સદસ્ય વિધાર્થી ઓ દ્વારા કાર બેટરી બનાવી તેનું પ્રીઝન્ટેશન કરી અને "chem e car "મોડેલ નાની કાર ને તેઓ " best use of biological reaction" માટે વિજેતા બન્યા તેઓ અને તેઓ ની ટીમ એ દક્ષિણ એશિયા રિજિયોનલ સ્ટુડન્ટ ની સ્પર્ધા રુર્કેલા ઓરિસ્સા ખાતે SVNIT સુરત નું પ્રતિનિધિત્વ કરી જીત્યા બાદ અમેરિકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાન ડિયેગો કેલિફોર્નિયા,યુ એસ એ ખાતે તા.૨૫/૧૦ ૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ સુધી યોજાયેલ આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં મિતેશ ભાઈ અને તેમની ટોમ વિજેતા બન્યા
સને ૨૦૨૨ માં રાજકોટ તેજસ્વી તારલા સન્માનિત મિતેશ જોશી ની વધુ એક સિદ્ધિ
જાણો શું છે વિગત?
============================
મિતેશ જોશી હાલ સુરત સ્થિત SVNIT માં કેમિકલ એન્જીન્યરીંગ માં B. Tech. Chemical ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે.
તેઓ અને તેઓ ની ટીમ દ્વારા માઇક્રોબાયલ ફ્યુઅલ સેલ્સ (MFCs) ના ઉપયોગ સાથે રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઊર્જા - વીજળીમાં રૂપાંતરિત કરે છે
આ સિદ્ધાંત આધારિત SVNIT સુરત ટીમ શ્રી મિતેશ ભાઈ અને તેના ટીમ સદસ્ય વિધાર્થી ઓ દ્વારા તળાવ ના શેવાળ વાલા પાણી નો ઉપયોગ સાથે બાયો લોજીકલ રીએકશન ના બેસ્ટ ઉપયોગ માટે કાર બેટરી બનાવી તેનું પ્રીઝન્ટેશન કરી અને મોડેલ નાની કાર ને તેઓ વિજેતા બન્યા તેઓ અને તેઓ ની ટીમ એ દક્ષિણ એશિયા રિજિયોનલ સ્ટુડન્ટ ની સ્પર્ધા રુર્કેલા ઓરિસ્સા ખાતે SVNIT સુરત નું પ્રતિનિધિત્વ કરી જીત્યા
=============================
આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં અમેરિકા ખાતે વિજેતા ::
માઇક્રોબાયલ ફ્યુઅલ સેલ્સ (MFCs) એ એવું ઉપકરણ છે જે રાસાયણિક ઉર્જાને સુક્ષ્મસજીવોની ક્રિયા દ્વારા વિદ્યુત ઊર્જા - વીજળીમાં રૂપાંતરિત કરે છે.
આ project ને ટીમ દ્વારા અમેરિકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાન ડિયેગો કેલિફોર્નિયા,યુ એસ એ ખાતે તા.૨૫/૧૦ ૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ સુધી યોજાયેલ આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં બાવન દેશો ના વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો જેમાં તળાવ ના શેવાળ વાલા પાણી નો ઉપયોગ સાથે બાયો લોજીકલ રીએકશન ના ઉપયોગ માટે નો એવોર્ડ મળ્યો અને પ્રથમ સ્થાન પામ્યા "કેમ એ કાર" સ્પર્ધા માં ભાગ લઈ તેઓ ની દશ મહિના ની સખત મહેનત બાદ સ્પર્ધા માં મિતેશ ભાઈ અને તેમની ટીમ વિજેતા બન્યા
=============================
=============================
શ્રી મિતેશ જોશી વિશે તથા શૈક્ષણિક લાયકાત અને અન્ય પ્રાપ્ત સિધ્ધિઓ વિશે ::
તેઓ નો જન્મ ૨૦૦૪ માં થયો છે અને હાલ
સુરત સ્થિત SVNIT માં કેમિકલ એન્જીન્યરીંગ માં B. Tech. Chemical ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે.
૧.તેઓ એ હાઇસ્કુલ નો અભ્યાસ આદિત્ય બિરલા પબ્લિક ( અંગ્રેજી માધ્યમ)સ્કૂલ, ભરૂચ ખાતે થી કર્યોઅને ધો.૧૦ માં 93.2 % સાથે પાસ થયા.
૨.ધો.૧૨ સાયન્સ CBSE બોર્ડ માં A ગ્રુપ માં 89.4 ટકા સાથે જુલાઇ ૨૦૨૨ માં ઉત્તીર્ણ થયેલ છે.
:: પ્રાપ્ત સિદ્ધિઓ::
શ્રી મિતેશ જોશી ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ ના કેડેટ તરીકે વિવિધ પ્રવૃત્તિ માં ભાગ લીધેલ છે
૧. ગુજરાત રાજ્ય મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી સા.તરફ થી ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ પેટ્રો ન તરીકે તેઓ ને સને ૨૦૧૭ - ૧૮ નો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે.
૨. સને ૨૦૧૮ માં ૨૭ મી ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ રેલી માં ભાગ લીધો હતો જેમાં તેઓ નું સરકાર શ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
૩.આઇ આઇ.ટી મુંબઈ દ્વારા સન્માનિત
============================
તેઓ નો જન્મ ૩.૪.૨૦૦૪ ના રોજ જોશી પરિવાર માં થયો છે .
તેઓ દહેજ તા.ભરૂચ સ્થિત ગ્રુપ સદસ્ય શ્રી પ્રફુલ્લ ભાઈ શિવલાલ ભાઈ જોશી તથા શીતલ બેન (વાળા) ના પુત્ર તથા સ્વ. શ્રી શિવલાલ ભાઈ વલ્લભજીભાઈ જોશી, (એસ.ટી.- પોરબંદર) (મૂળ વતન મૈયારી),પોરબંદર તથા ના પૌત્ર.
તેઓ ના પિતાશ્રી પ્રફુલ્લ ભાઈ આદિત્ય બિરલા લી.કુ. માં દહેજ તા.ભરૂચ ખાતે ઇલેક્ટ્રિક વિભાગમા ફરજ બજાવે છે.
અન્ય કૌટુંબિક પારિવારિક વિગત::
૧.મોસાળ:: મહેતા પરિવાર , મુ. સેવાંત્રા તા.ઉપલેટા
નાના:: અમૃતલાલ બચુ ભાઈ મેહતા મુ. સેવાંત્રા તા.ઉપલેટા
૨.વિશેષ વિગત::
ભાઈ:
મિતેશ ભાઈ ના (ટ્વિન બ્રધર) શ્રી માનસ ભાઈ જોશી પણ સાયન્સ વિભાગ બાયોલોજી ગ્રુપ માં સને જુલાઇ ૨૦૨૨ માં ૭૧% સાથે પાસ થયેલ છે
બહેન:નિધિ બેન જોશી
સંપર્ક: ઈમેઈલ આઈડી: miteshj746@gmail.com
સમાપન અને અભિનંદન::
મિતેશ જોશી ને ઉજવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા
========================================================
મિતેશ જોશી જે સંસ્થા માં અભ્યાસ કરે છે તે SVNIT સુરત વિશે::
સુરત સ્થિત એન. આઇ. ટી. ( નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) વિશે::
એન.આઇ.ટી સુરત નુ પૂરું નામ સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે.
જેની સ્થાપના સને ૧૯૬૧ માં ૩૧ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના કરવા માં આવી તે પૈકી ની એક સુપ્રસિદ્ધ ઇન્સ્ટિટ્યૂટ છે. તે ડીમ્ડ યુનિવર્સિટી છે. તેનું રેન્કિંગ સને ૨૦૨૨ માં ૫૮ માં ક્રમાંકે છે.જે ઈચ્છાનાથ સુરત ડુમસ રોડ , કેવલ ચોક,સુરત ખાતે આવેલ છે.
ગ્રેજ્યુએશન બાદ થતા વિદ્યાર્થી ઓના જોબ પ્લેસમેન્ટ માં સંસ્થા ના ૭૯% પ્લેસમેન્ટ રેટ છે.
ભારત સરકાર દ્વારા સને ૧૯૫૯ થી ૧૯૬૫ દરમિયાન ટેકનીકલ મેન પાવર ની જરૂરિયાત ને પહોંચી વળવા રિજિયોનલ એન્જિનિયરિંગ કૉલેજ ની સ્થાપના સુરત,અલ્હાબાદ,ભોપાલ, કુરુક્ષેત્ર, કલીકટ,દુર્ગાપુર, જમશેદ પુર,જયપુર,નાગપુર, રૂર્કેલા, સુરથકાલ, શ્રીનગર, ત્તિરૂચિરપલ્લી, વરાંગલ વી.
જે પૈકી ની એક કોલેજ સુરત ખાતે સ્થાપવા માં આવી.
જેનું સંચાલન ભારત સરકાર દ્વારા કરવા માં આવે છે અને રાષ્ટ્રપતિ તેના હોદ્દાની રૂઈ એ ચેરમેન તરીકે છે.
સને ૨૦૦૨ માં તા.૪.૧૨.૨૦૦૨ ના રોજ ઇન્સ્ટિટ્યૂટ ને ડીમ્ડ યુનિવર્સિટી નો દરજ્જો આપવા માં આવ્યો.
તેમજ સને ૨૦૦૭ માં ૫ મી જૂન ના રોજ ભારત સરકાર દ્વારા સંસદ માં એન. આઇ ટી એક્ટ પાસ કરી તે અંતર્ગત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા નો દરજ્જો સ્વાતંત્ર્ય દિવસ ૧૫ મી ઓગસ્ટ ના રોજ આપવા માં આવ્યો.
એન આઇ ટી સુરત ખાતે ૪૭ વિવિધ એન્જિનિયરિંગ વિદ્યા શાખા ના કોર્સ નો અભ્યાસક્રમ છે.
=============================
અસ્તુ.
@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399
તા.૯.૧૧.૨૪
Comments
Post a Comment