પરિશ્રમી અને સંઘર્ષમય પ્રેરક વ્યક્તિત્વ :: દેવજી ભાઈ પટેલ
સંઘર્ષ શું કહેવાય અને આત્મ નિર્ભર કોને કહેવાય તે જાણવું હોય તો જીવન સંધ્યા ના આરે ઉભેલ સને ૧૯૪૬ માં આઝાદી પહેલાં જન્મેલા શ્રી દેવજી ભાઈ પટેલ પાસે થી જાણવા મળે. તેઓ એ જીવન માં નાની વયે ઘર છોડ્યું અને આગળ વધ્યા મિત્રો નો સાથ મળ્યો જીવન માં સંઘર્ષ કર્યો.
સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા નું પરબડી તેઓ નું વતન તેઓ એ ધોરણ ૮ સુધી ચલાલા ખાતે આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મભૂમિ બનાવી.
જોકે વચ્ચે ખંભાત,કલોલ અને ભીલવાડા ખાતે પણ આજીવિકા માટે ગયા અને વિદેશ માં લિબિયા ખાતે પણ ગયા.
હાલ વતન પરબડી - અમરેલી ખાતે નિવૃત્ત જીવન ગુજારે અને ખેતી ની દેખરેખ અને અમદાવાદ સંતાનો પાસે આવતા જતા રહે.
=============================
દેવજી ભાઈ ના પિતા શ્રી માવજી ભાઈ વતન અમરેલી થી સને ૧૯૩૨ માં અમદાવાદ આવી વસ્યા.
દેવજી ભાઈ એ ધોરણ ૮ સુધી ૧૯૬૪ માં સૌરાષ્ટ્ર માં ચલાલા આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મ ભૂમિ બનાવી.
દેવજી ભાઈ નો જન્મ સને ૧૯૪૬ માં ૧૦ મી એપ્રીલ ના રોજ માતા જમના બેન અને માવજી ભાઈ ને ત્યાં પરબડી જી. અમરેલી તા. ધારી ખાતે પટેલ પાટીદાર પરિવાર માં જન્મ થયો
તેઓ એ સને ૧૯૬૪ માં ધોરણ આઠ સુધી નું શિક્ષણ સૌરાષ્ટ્ર માં ચલાલા સ્થિત આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો
જીવન માં કંઇક કરી આપ બળે આગળ વધવું તેવી ઈચ્છા જેથી અમદાવાદ ખાતે તેઓ એ આવી કાપડ મિલો માં જૉબેર (ટેકલર) ના આસિસ્ટન્ટ તરીકે ટેકનિકલ કામ માં જોડાયા અને જેને વર્તમાન ભાષા માં કહી એ તો ઓન જોબ તાલીમ સાથે નોકરી જુદી જુદી મિલો માં ફરજ બજાવી.
============================
એક વર્ષ ના ગાળા કામ માં માસ્ટરી આવી તેઓ કામ માં નિષ્ણાત થયા.
પટેલ પાટીદાર પરિવાર માં જન્મ એટલે મહેનતુ અને પરિશ્રમ થી કંઇક જીવન માં આગળ વધવું તે તેઓ ના ડી એન એ માં
પિતા શ્રી સાથે તેઓ હતા પરંતુ તેઓ ને જીવન માં કંઇક કરી બતાવવાની ઈચ્છા અને સ્વ બળે આગળ વધવું તેવી ઈચ્છા .
જે નેમ સાથે પિતા શ્રી ને પોતે કંઇક સ્વ બલે આગળ વધી કરી દેખાડવા અને સ્વનિર્ભર થવા માટે અમદાવાદ છોડી ૧૯૬૫ માં ખંભાત ગયા
શુભ શ્રી મિલ માં જોડાયા
===========================
આ સમય માં સને ૧૯૬૯ માં યશોધરા બેન અમદાવાદ મેઘાણીનગર લગ્ન થયા અને કૌટુંબિક ગૃહસ્થ જીવન શરૂ કર્યું.
તેઓ એ સને ૧૯૬૫ થી ૧૯૭૪ સુધી ખંભાત માં વસવાટ કર્યો
તેમજ ખંભાત ના વસવાટ દરમિયાન પરિવાર માં સને ૧૯૭૧ માં પુત્ર પરેશ ભાઈ નો જન્મ થયો. સને ૧૯૭૨ માં પુત્રી પારુલ બેન નો અને ૧૯૭૪ માં પુત્ર શૈલેષ ભાઈ જન્મ થયો.
=============================
તેઓ ની પરિવાર ની જવાબદારી વધી સાથે સાથે આર્થિક જરૂરિયાત વધી તેઓ એ સને ૧૯૭૪ સુધી ખંભાત માં કામ કર્યું
હવે તેઓ એ જંપ લઈ અને આસિસ્ટન્ટ માંથી પ્રમોશન લઈ જૉબર ( ટેકલર)તરીકે કલોલ ખાતે મહેન્દ્ર મિલ માં જોડાયા ૧૯૭૪ થી ૧૯૮૧ સુધી ત્યાં કામ કર્યુ
=============================
પરંતુ જીવન માં આર્થિક પોતાની રીતે પગભર થઈ આગળ વધવું એટલે એટલા થી સંતોષ માની ન લેતા પોતાની રીતે મિત્રો ભાઈબંધો ની મદદ સાથે જીવન ના સ્વપ્નો સાકાર કરવા તેઓ ને તક મળતાં સને ૧૯૮૧ માં વિદેશ માં લિબિયા નોર્થ આફ્રિકા કામ અર્થે ગયા જ્યાં તેઓ એ ૧૯૮૫ સુધી કામ કર્યું અને પરત સ્વદેશ આવ્યા.
=============================
પરત અમદાવાદ આવ્યા અને ભીમજી પુરા ચાર રસ્તા ખાતે પરેશ પાન પાર્લર શરૂ કર્યું. પરંતુ પોતાનો મ્યુનિસિપલ કોર્પોરેશન ની કાયદાકીય પળોજણ અને હેરાનગતિ થી કંટાળી ફરી એક વખત અમદાવાદ ને સલામ કરી પોતાનો કાપડ મીલ નો જોબર તરીકે નો વ્યવસાય માં રાજસ્થાન ભીલવાડા ગયા અને ત્યાં બે ટેકસટાઇલ યુનિટ ની જોબેર તરીકે શ્રી સિંટેક્સ અને શ્રી મેવાડ સિંટેક્ષ ની જવાબદારી સંભાળી
અહીં સને ૧૯૯૧ થી ૨૦૦૨ સુધી જવાબદારી સાથે કામ કર્યુ.
=============================
ફરી જિંદગી માં એક નવા પ્રકરણ ની શરૂઆત કરી
તેઓ એ બિલ્ડીંગ મટીરીયલ ના બિઝનેસ માં રેતી સપ્લાયર તરીકે નવો વ્યવસાય શરૂ કર્યો જેમાં તેઓ એ સૌ પ્રથમ ૨૦૦૨ ડમ્પર ૬૩૬૩ પહેલો ટ્રક લીધો રેતી સપ્લાય નું કામ શરૂ કર્યું ૨૦૦૩ માં ધંધો વિસ્તર્યો અને બીજો ટ્રક ૭૨૭૨ લીધો.
તેઓ બિલ્ડીંગ મટીરીયલ સપ્લાયર ના વ્યવસાય માં જોડાયા
જેમાં ૨૦૧૨ સુધી રેતી સપ્લાય કરી.પરંતુ પિતા ના અવસાન બાદ વતન સૌરાષ્ટ્ર માં પૈતૃક ખેતી વાડી સાંભળવા તેઓ ટ્રક વેચી ખેતી નો વ્યવસાય વતન પરબડી અમરેલી ખાતે સંભાળ્યો.
=============================
સંતાનો પણ ૧૯૮૫ થી દેવજી ભાઈ સાથે કન્સ્ત્રક્શન કામ માં તેઓ સાથે રહી બિઝનેસ સંભાળ્યો અને સંતાનો પણ બિઝનેસ માં સેટ થયા.
દેવજી ભાઈ ના પરેશ ભાઈ અને શૈલેષ ભાઈ સંતાનો અમદાવાદ સ્થાયી અને પોતાના બાંધકામ ના ગવર્નમેંટ કોન્ટ્રાક્ટ ના વ્યવસાય ના સ્થાયી છે.
દેવજી ભાઈ હાલ પિતા ના અવસાન બાદ તેઓ વતન અમરેલી ગયા અને પૈતૃક ખેતી નો વ્યવસાય સંભાળે છે અને હાલ અમરેલી જિલ્લા વતન પરબડી ખાતે નિવૃત્ત જીવન ગાળે છે
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
(ઇનપુટ્સ: શ્રી દેવજી ભાઈ પટેલ ની રૂબરૂ મુલાકાત)
તા.૪.૧.૨૫
Comments
Post a Comment