શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય સફર ૨૦૨૫::

શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર ૨૦૨૫::



શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા નગર પાલિકા ઉપપ્રમુખ તરીકે નિમણૂક બદલ  જ્ઞાતી ગ્રુપ વતી અભિનંદન

શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર ::

જે બી વ્યાસ પરિવાર ના આપણા  ગ્રુપ સદસ્ય

શ્રીમતી જિગ્ના બેન જીજ્ઞેશભાઈ વ્યાસ નો જન્મ ધોળા ખાતે પંડ્યા પરિવાર માં સને ૧૯૭૫ માં ૧૦ માર્ચ ના રોજ થયો  તેઓ એ વિનયન શાખા ના ગ્રેજ્યુએટ છે.
  તેઓ ના લગ્ન વ્યાસ પરિવાર માં ૧૯૯૫ માં ૨૭ નવેમ્બર ના રોજ થયા. આજીવન સેવા કાર્ય માટે સંકલ્પ કરી વ્યાસ દંપતિ અને પરિવાર છેલ્લા બે દાયકા થી વધુ સમય થી  જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો ની સેવા કરે છે

નારી રત્ન એવોર્ડ સન્માન::
      તેઓ ને  રાજકોટ જિલ્લા ૨૦૨૨ માં રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ ખાતે અબ તક મીડિયા દ્વારા નારી રત્ન એવોર્ડ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સર ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અબતક મીડિયા હાઉસ ના મોભી શ્રી સતીશકુમાર મહેતા સહિત રાજકોટ કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ  ડીસીપી મનોહરસિંહજી જાડેજા મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સાહેબ પીજીવીસીએલ ડાયરેક્ટર પ્રીતિ શર્મા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગિરીશ ભાઈ ભીમાણી રાજકોટના મેયર પ્રદીપ ભાઈ ડવ ડેપ્યુટી મેયર ડોક્ટર દર્શનાબેન શાહ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર વી. ઉપસ્થિતિ રહી હતી.
રાજકીય સફર અને કારકિર્દી ::
તેઓ સને ૨૦૧૮ થી ઉપલેટા સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા ના રાજકારણ માં સક્રિય છે.  તેઓ એ ૨૦૧૮ માં ભારતીય જનતા પાર્ટી ના સદસ્ય પદે ઉપલેટા નગર પાલિકા ની ચૂંટણી લડી વોર્ડ નંબર ૨ માંથી જંગી બહુમતી સાથે ચૂંટાયા હતા.

ભાજપ ની રાજકોટ જિલ્લા તથા ઉપલેટા શહેર ની સ્થાનિક નેતાગીરી  તથા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ શ્રી એ જીગ્ના બેન ની સેવા અને નિષ્ઠા ધ્યાને લઇ ઉપલેટા શહેર નગરપાલિકા ના સને ૨૦૨૧  ટર્મ માં જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન તરીકે વરણી કરી હતી. 

   તેઓ એ ઉપલેટા નગર પાલિકા ના કાર્યકાળ દરમિયાન જીજ્ઞા બેન એ  ૨૦૨૧ થી ૨૦૨૩ સુધી ઉપલેટા નગર પાલિકા જાહેર આરોગ્ય સમિતિ,  ચેરમેન તરીકે નિમણૂક થઈ હતી અને જાહેર સેવા ફરજ બજાવી હતી.

આ નવી ટર્મ ૨૦૨૫ માં તેઓ ની ઉપલેટા નગર પાલિકા માં ઉપપ્રમુખ તરીકે વરણી કરવા માં આવી છે.
વ્યાસ દંપતિ ના સેવાકાર્યો::
વ્યાસ પરિવાર ઉપલેટા શહેર તથા આજુ બાજુ ના વિસ્તારો મા સેવાકીય કર્યો કરી અને જરૂરિયાત મંદ પરિવારો ને હમેશાં મદદ કરતા રહ્યા છે. તેઓ ની સેવાની જ્યોત વર્ષ દરમિયાન ચાલુ રહે છે 

તેમના રહેઠાણ દ્વારકાધીશ સોસાયટી માં કોમ્યુનિટી કિચન તેમજ ચા કીટલી સેવા બારે મહિના ચાલે છે.
૧.છેલ્લા ત્રીસેક વર્ષ થી કોઈપણ નાત-જાત વગર તમામ ધમૅ ના લોકો માટે કોઇ પણ માણસ ભૂખ્યા ના સૂવે તે માટે ૩૬૫ દિવસ ૨૪ કલાક અન્નક્ષેત્ર ચાલુ હોય છે.
 ૨. ગરીબ અને નબળા વર્ગને અન્ન ની સાથે સાથે કપડાં, ચંપલ, ગરમ કપડાં,ધાબડા,તાલ-પત્રી,તથા દવા જેવી વસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. 
     તે પણ કોઈ જાત ના ફંડ ફાડા વગર પોતાના સ્વખર્ચે દીન દુખિયાઓની સેવા કરી રહ્યા છે.
  
૩ જીજ્ઞેશભાઈ તથા જિગ્નાબેન સમગ્ર પરિવાર સમગ્ર તાલુકામાં વસતા બ્રહ્મ પરિવારો માટે દર વર્ષે બ્રહ્મભોજન કરાવે છે

૪. તહેવાર ની ખાસ સેવા:
  દિવાળી દશેરા સાતમ આઠમ નવરાત્રી મકર સંક્રાંતિ ઉપર મીઠાઈ,ગાંઠીયા, ગુંદી,ખજૂર ચિકી,પતંગ,ફટાકડા, જેવી 33 વસ્તુઓ નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવે છે. 

૫.કેરી "આમ્ર રસ" સેવા:
 ઉનાળામાં ઉપલેટા તાલુકાના ઇસરા ના પાટીયા વિસ્તાર પાસે ૧૫૦૦ ગરીબ મજૂરો તથા બાળકોને કેરીનો રસ પુરી બટેટાનું શાક ખીચડી છાશ નમકીન સાથે પંગત પાડી જમાડવામાં આવે છે
૬.પૂનમ નું  બટુક ભોજન:
     દર મહિનાની પૂનમે દ્વારકાધીશ સોસાયટી માં બાપા સીતારામ ની મઢૂલી એ બટુક ભોજન કરાવીએ છીએ 
૭.ગાયત્રી મંદિર તથા ઢાંક ગણપતિ મંદિર ખાતે વિશેષ સેવા:
          દર મંગળવારે સવારે ગાયત્રી મંદિર ગધેથડ તથા ગણપતિ મંદિર ઢાક દર્શન કરવા તેઓ દ્વારા વાહન લઇને જઇને વ્યવસ્થા કરી અને ગાયત્રી મંદિર ગધેથડ ખાતે ના વિસ્તાર માં શાકભાજી વિતરણ તથા રસ્તામાં જેટલા ઝુપડા તથા કારખાના મજૂર ના બાળકો માટે બટેટા પૌવા અડદિયા લાડવા ગાંઠીયા પફ ફ્રુટ જેવા વિવિધ પ્રકારના નાસ્તા કરાવે છે.

૮.જીવદયા પ્રવૃત્તિ:
  તેવી રીતે દ્વારકાધીશ સોસાયટી ના પુલ ઉપર અમો ચબૂતરો બનાવેલ છે ત્યાં દરરોજ પક્ષીઓ ને ચણ નાખવામાં આવે છે 

૯.ભોજન બગાડ અટકાવી જરૂરિયાત મંદ સુધી ભોજન પહોંચતુ કરવાની ખાસ વિતરણ વ્યવસ્થા:
 ઉપલેટા ગામ ના કેટરર્સ  ના ભાઈઓને તથા આજુ બાજુના ગામના લોકોને દ્વારા  કોઈપણ જગ્યા એ જમણવારમાં ભોજન વધે તો  ફોન કરતા તેઓ વાહન લઈને તે ભોજન ગરીબ લોકોને વિતરણ કરવામાં નું સેવા કાર્ય ઘણા વર્ષોથી ચાલુ છે.
     
૧૧.વિશેષ શિયાળામાં ધાબડા ઉનાળામાં છાશ ચોમાસામાં તાલપત્રી વિતરણ કરવામાં આવે છે

૧૨.ચા કીટલી તથા ઠંડા પીણા ની સેવા:
          તેઓ ના નિવાસ સ્થાને દિવસ ચા સરબત નાસ્તો તથા જમવાનું દિવસ દરમ્યાન કાર્ય ચાલુ જ હોય છે
    જરૂરિયાત મંદ નાના બાળકો તથા વૃદ્ધો નિરાધાર ને માટે દૂધ  વિતરણ પણ કરવામાં આવે છે     

૧૩.નિયમિત બુધવાર ની ભોજન માટે ની ખાસ સેવા:
 દર બુધવારે ગામડેથી ખરીદી કરવા આવેલ મજૂરોને માટે ખાસ વ્યવસ્થા કરી બપોરે ભોજન આપવામાં આવે છે

૧૪. પરિવાર દ્વારા સમયાંતરે ઉપલેટા તથા આજુબાજુ માં જે ગાંડા પાગલ અને અવધૂત લોકો તથા રખડતા ભટકતા લોકો માટે પણ તેઓ જ્યાં હોય  તે સ્થળે જમાડવામાં આવે છે 

૧૫. ચોમાસા માં  રહેઠાણ સુરક્ષા માટે મદદ કરી ઝૂંપડાં માટે તાલપત્રી, વરસાદી ચપલ જરૂરિયાત મંદ લોકોને આપવામાં આવે છે

      કોરોના સંક્રમણ દરમિયાન લોક ડાઉન સમયે પર પ્રાંતીય મજદૂરો ને વતન વાપસી માં ટ્રાન્સપોર્ટટેશન ની વ્યવસ્થા તથા જમવા તેમજ મેડિકલ ચેક અપ કોરોના સંક્રમણ અન્વયે કરવી રવાના કરવામાં મદદ રૂપ થયા હતા.
      લોક ડાઉન માં પણ ફૂડ પાર્સલ સેવા, ટિફિન સર્વિસ દ્વારા લોકો માટે સેવા કાર્ય કર્યું હતું.

     આમ વ્યાસ દંપતિ દ્વારા વિવિધ સેવા કાર્યો કરવામાં આવે છે.
  આગામી ઉપલેટા નગરપાલિકા ટર્મ ૨૦૨૫ થી શ્રીમતી જિગ્નાબેન જીગ્નેશભાઈ વ્યાસ તાજેતર ની ઉપલેટા નગરપાલિકા ની ચુંટણી માં ચૂંટાઇ આવ્યા અને તેઓ ની ઉપલેટા નગર પાલિકા માં ઉપપ્રમુખ તરીકે તા.૫.૩.૨૫ ના રોજ વરણી થઈ જે પ્રસંગે ગ્રુપ વતી  અભિનંદન 

શુભમ ભવતુ 
નરેન્દ્ર ભાઈ જોશી 
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐