પ્રજ્ઞાની પ્રેરણાત્મક પ્રતિભા:::ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય લેખક :: શ્રી કનક ભાઈ વ્યાસ,જામનગર
પ્રજ્ઞા પુત્રી જ્યોત્સના બેન મહેતા એટલે આધ્યાત્મિક જીવન સાથે ગાયત્રી પરિવાર ના મા ગાયત્રી માતાજી ની કૃપા થી પ્રજ્ઞા પુરાણ કથા નું વ્યાસ પીઠ સ્થાને થી પ્રચાર પ્રસાર કરે અને વ્યસન મુક્તિ તથા સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ જામનગર ખાતે સ્થાયી છે.
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય રચિત ૧૯મું પુરાણ પ્રજ્ઞા પુરાણ ની 2 વર્ષના ટૂંકા ગાળામાં ૭૬ પાંચ દિવસીય કથાઓ નું તેઓ ના વ્યાસ પીઠ સ્થાને થી આયોજન થયું.
તાજેતર માં એપ્રિલ ૨૦૨૫ માં પોરબંદર ખાતે પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ.
=============================
તેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જામનગર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે.
તેઓ નો જન્મ ચાંદીગઢ સ્થિત વ્યાસ પરિવાર માં પિતા શ્રી જમનાદાસ ભાઈ અને માતા અનસૂયા બેન ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૮ ના રોજ થયો.
સંસ્કૃત વિષયમાં બાળપણથી જ રસ ધરાવતા જ્યોત્સનાબેન પર રાજકોટ AGBS ના વિદ્વાન શિક્ષક શ્રી J.K. મહેતાનું વિશેષ પ્રભાવ રહ્યો છે. સંસ્કૃત વિષયના ગાઢ અભ્યાસ અને વૈદિક માર્ગદર્શનમાં તેમનો ઊંડો રસ આજે પણ તેમની પ્રવૃત્તિઓમાં સ્પષ્ટ દેખાય છે.
તેઓ ના લગ્ન જામ ખંભાળિયા ના ભાડથર ખાતે મહેતા પરિવાર માં શ્રી રમેશ ભાઈ સાથે થયા સંતાનોમાં પુત્ર સાગર ભાઈ અને પુત્રી રિદ્ધિ બેન
=============================
તેઓ ના પતિ નું અવસાન થતા સંઘર્ષમય જીવન વચ્ચે પરિવાર ની સ્નેહી આપ્ત પરિવાર જનો સહકાર સાથે જીવન યાત્રા આગળ વધારી
તેઓ કહે છે કે "મારા નાના બાળકોએ પિતાની છત્ર છાયા ગુમાવી,ને પછી 2 વર્ષ માં મારા પિતાનું પણ અવસાન થયું."
"મારા ભાઈ બિપિન ભાઈ,તથા સાસરા પક્ષના લોકો એ સહકાર આપ્યો."
"તેમ છતાં પણ સંઘર્ષ ખૂબ રહ્યો"
"કઠિનાઇઓ જીવનમા આવે ત્યારેજ નિખાર આવે છે.
"સોનાને પણ આગની ભઠ્ઠી માં તપવું પડે છે,ત્યારે ઘાટ ઘડાય છે" એવું પૂ .શ્રી રામ શર્મા આચાર્ય કહે છે."
"ગાયત્રી પરિવાર માં એમની સાથે જોડાણ થયા પછી ખૂબ જ સંતોષ મળ્યો છે."
"કોઈ અભાવ નથી રહ્યો .બાળકોનો પણ ખૂબ સપોટ મળ્યો છે."
=============================
સંસ્કૃત વિષય માં નિપુણતા માટે શ્રી જે. કે.મહેતા ના આભાર સાથે કૃતગ્નતા ભાવ વ્યક્ત કર્યો:::
જ્યોત્સના બેન ના સંસ્કૃત ભાષા પર ના પ્રભુત્વ અને ઊંડા અભ્યાસ અને રુચિ વિશે અગ્રણી શ્રી કનક ભાઈ વ્યાસ ને કહેતા જણાવે છે કે
" મારા વ્યાસપીઠ અને સંસ્કૃત ના અભ્યાસ માટે રાજકોટ સ્થિત આપણા એજી બી એસ ના અગ્રણી શ્રી જે.કે મહેતા સાહેબ ને આભારી છે.
વિશેષ આ અંગે તેઓ કહે છે કે
"એક ખાસ વાત"
"હું અમારા ગામડે ચંદીગઢ ની હાઈસ્કુલ માં અભ્યાસ કરતી હતી ત્યારે આપણા રાજકોટ agbs ના જે કે મહેતા ત્યાં શિક્ષક તરીકે હતા"
"સંસ્કૃત એમનો વિષય હતો ,જે એટલું સરળ ને સુંદર રીતે વ્યાકરણ શીખવતા કે મારો પ્રિય વિષય સંસ્કૃત બન્યો "
"હું એમાં ક્લાસ મા પ્રથમ આવતી,ને આજે મને એનો કર્મકાંડ,મંત્રો ના અર્થમાં ખૂબ જ કામ આવ્યું છે,હું આજે પણ એમનો દિલથી આભાર માનું છું 🙏🙏🙏"
=============================
જ્યોત્સના બેન એટલે પ્રજ્ઞાની પ્રેરણાત્મક પ્રતિભા વાળું વ્યક્તિત્વ ::: કનક ભાઈ વ્યાસ દ્વારા આલેખન
જામનગર સ્થિત અગ્રણી શ્રી કનક ભાઈ વ્યાસ
જ્યોત્સના બેન મહેતા વિશે કહે છે કે
"જ્યોત્સનાબેન એવા મહિલા કાર્યકર છે કે તેઓને પબ્લિસિટી કે સોશ્યલ મીડિયા માં પરિચિત હોવાની કાંઈ ઈચ્છા જ નહીં"
"અરે અમો પણ તેઓથી ખાસ પરિચિત ન હતા, પણ હમણાં છેલ્લા પાંચ - છ વર્ષ થી જ્ઞાતિકાર્ય અને જ્ઞાતિ મહિલા કાર્યક્રમ માં વિશેષ કાર્યરત થતા અમે થોડા પરિચિત થયા છે,"
" બાકી તો તેઓ પોતાના નિજાનંદ ને આધ્યાત્મિક કાર્ય, સેવાભાવી કાર્ય, અને પ્રભુભજન કાર્ય માં એટલા કાર્યરત હોય છે કે કોઈ અમસ્તા મળવા ઈચ્છે તો પણ તેઓ ગાયત્રી પરિવાર કાર્ય કે અન્ય સેવાકીય કાર્ય માં જ ગુંથાયેલા રહે છે."
"તેઓ સેવાકીય પ્રવૃત્તિઓ ,સેવા, સાધના,નારી જાગરણ,વ્યસન મુક્તિ, કુરિતી ઉન્મુલન,ગાયત્રી મંત્ર અને યગ્ન ને ઘર ઘર સુધી પહોંચાડવો વગેરે.પ્રવૃતિઓ માં વ્યસ્ત"
"જ્યોત્સનાબેન નાનપણ થી નાના ગામડા માં જન્મી, ત્યાં જ એસ.એસ. સી સુધી શિક્ષણ લઈ સામાજિક વ્યવહાર મુજબ ગ્રામીણ વિસ્તાર ના પરિવાર માં સાંસારિક જીવન શરૂ કર્યું."
"તેઓના પતિ શ્રી રમેશભાઈ ના સ્વર્ગવાસ પછી ખુબજ સામાજિક, વ્યવહારિક, આર્થિક સંઘર્ષ કરી, અભૂતપૂર્વ હિમ્મત કેળવી બન્ને બાળકો ને જામનગર રહી સારી રીતે ઉછેર કરી તેઓની જિંદગી માં સ્થાઈ કરી હવે નિવૃત્તિ જીવન માં હિમ્મતપૂર્વક આધ્યાત્મિક, સેવાકીય, અને બુદ્ધિજીવીઓ નો પરિવાર એટલે ગાયત્રી પરિવાર ની પ્રવૃત્તિ માં ખુબજ સારી રીતે જોડાઈ ગયેલ છે, જેના સારા પરિણામ સ્વરૂપે થોડા દિવસો પહેલાં વ્યાસપીઠ ની ગંભીર જવાબદારી સાંભળી"
મેં મારા જીવન ના અનુભવો માં મેં એક ખાસ બાબત નોંધી છે, અગર કોઈ વ્યક્તિ કે ખાસ કરીને મહિલા બહેનો અનિવાર્ય સંજોગોવશાત બહુ ઉચ્ચશિક્ષણ ન લઈ શકે તો પણ તેઓ પોતાની તેજસ્વિતા, અને બુદ્ધિમત્તા થી જો પોઝિટિવ વિચારધારા રાખે તો સામાજિક, આધ્યાત્મિક, વ્યવહારિક, આર્થિક કે સંગીત/મનોરંજન ક્ષેત્રો માં ઝળકે જ છે. તેમનો જ્યોત્સનાબેન એક ઉત્કૃષ્ઠ દ્રષ્ટાંત છે.
=============================
કનક ભાઈ કહે છે કે
"ખરેખર તો બ્રાહ્મણ તરીકે આપણી આધ્યાત્મિક ક્ષેત્ર માં યોગ્ય નોંધનીય પ્રગતિ થવી જોઈએ પણ નિખાલસ રીતે મારા પોતાનું સ્વીકારું છું"
"જ્યોત્સનાબેન તો બ્રાહ્મણ ને શોભે તેમ આધ્યાત્મિક પ્રગતિ કરી વ્યાસપીઠ શોભાવે છે. આપણે સૌ તેઓને શુભેચ્છા પાઠવીએ કે વ્યાસપીઠ પરથી ધાર્મિક વાતો સાથે આજ ના વ્યસન અને અસંતુલિત સામાજિક માહોલ વચ્ચે જે ખરા જળ માં મીઠી વીરડી જેવું અભિયાન સાથે ની પ્રવૃતિ માં જ્યોત્સના બેન જેવી પ્રજ્ઞા મહિલા અભિયાન ચલાવતા રહે તેવી અભ્યર્થના.
"શ્રીમતી જ્યોત્સનાબેન મહેતા એ જીવન સંઘર્ષને આત્મબળમાં રૂપાંતરિત કરી એક પ્રેરણાત્મક અધ્યાય સર્જ્યો છે. તેઓના કાર્યને ગૌરવભેર વધાવીએ"
આલેખન:: શ્રી કનક ભાઈ વ્યાસ, જામનગર
=============================
ટૂંક પરિચય વિગતો::
નામ : જ્યોત્સના બેન મહેતા
જન્મ તા. 10/8/68
જન્મ સ્થળ : છત્રાવા (ઘેડ)
ગોત્ર : ગૌતમ
હાલનું એડ્રેસ: ગોકુલ નગર જકાત નાકા પાસે સમર્પણ રોડ જામનગર.
ફોન ન.9712050098
Emeil: mjotsana 04@gmail.com
વતન:ભાડથર તા. જામ ખંભાળિયા.
માતા, પિતા: અનસૂયા બેન જમનાદાસ વ્યાસ ચંદીગઢ.
મોસાળ : મયારામ વાલજી મહેતા .
શૈક્ષણિક માહિતી: new s s c
વ્યવસાય: ગૃહિણી
ભાઈઓ :બિપિન ભાઈ તથા સ્વ.પ્રદ્યુમન વ્યાસ.
વૈવાહિક જીવન :સ્વ.રમેશ ચંદ્ર મહેતા
સંતાનો : સાગર મહેતા, રિદ્ધિ વી.જોશી.
સામાજિકસંસ્થા સાથે જોડાણ : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જામનગર.
હાલની પ્રવૃતિ : સેવાકીય પ્રવૃત્તિઓ ,સેવા, સાધના,નારી જાગરણ,વ્યસન મુક્તિ, કુરિતી ઉન્મુલન,ગાયત્રી મંત્ર અને યગ્ન ને ઘર ઘર સુધી પહોંચાડવો વગેરે...
============================
શુભમ ભવતુ
આલેખન:: શ્રી કનક ભાઈ વ્યાસ,જામનગર
સૌજન્ય સહ આભાર
- એડ મીન
નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૩૦.૪.૨૫
Comments
Post a Comment