જીવન ઝરમર::શ્રદ્ધાંજલિ:: સ્વ.પૂ. ધીરજલાલ ભાઈ ડી મહેતા (ઓસા - કેશોદ) (૧૯૩૨-૨૦૨૬)

ધીરજલાલ ભાઈ દુર્લભજી ભાઈ મહેતા
વતન ઓસા (ઘેડ) તા.માંગરોળ.(૧૯૩૨- ૨૦૨૬)
   સને ૧૯૩૨ ના ૩ જી માર્ચ ના રોજ ઓસા ધેડ ગામે મહેતા પરિવાર માં જન્મેલા

    તેઓ ને મળો એટલે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ તેઓ ના ચરણ માં વંદન કરી થોડી વાર માટે તો આવી વિભૂતિ ને મળી વૈશ્વિક ચેતના સાથે મળ્યા ની અનુભૂતિ થાય.
  તેઓ એ વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના સાથે ઓસા ઘે ડ ગામ ને પોતાનું કુટુંબ માની જીવન જીવ્યા.

    તેઓ ના પિતાશ્રી પિતા દુર્લભજી અંબારામ મહેતા એટલે બ્રહ્મ કર્મ અને વૈદિક સંસ્કૃતિ અને કર્મ કાંડ નો અભ્યાસ કાશી સંસ્કૃત પાઠશાળા માં કર્યો હતો અને ઓ સા ઘેડ ગામ ને કર્મભુમિ બનાવી હતી
     તેઓ પાસેથી શ્રી ધીરજલાલ ભાઈ એ વૈદિક કર્મકાંડ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મ સંસ્કૃતિ નો વારસો સાચવી રાખ્યો. તેમજ બ્રહ્મ વૈદિક કર્મકાંડ કાર્યો નું વહન કર્યું.

ધીરજ લાલ પાસેથી સને ૧૯૬૮ થી ૧૯૯૦ સુધી ના ઓસા ગામ ની ત્રણ પેઢી દ્વારા શિક્ષણ અને સંસ્કાર નું સિંચન પ્રાપ્ત કર્યું.

તેઓ એ ગામ માં ૨૫ વર્ષ સુધી નવરાત્રી મંડળ નું સંચાલન પણ કર્યું અને ગામ માં સમરસતા અને સંસ્કાર ના સિંચન નો યથા શક્તિ પ્રયાસ કર્યો.

તેઓ  "ધર્મો રક્ષતિ રક્ષત: " જીવન માં ઉતારનાર અને પાલન કરનાર સ્વસ્થ અને સ્વાશ્રયી રહ્યા.

સંતાનો ના આગળ ના અભ્યાસ અર્થે પરિવાર કેશોદ સ્થાયી થયો પત્ની શ્રીમતી જયા બેન એ સંતાનો ની જવાબદારી સંભાળી પરંતુ ધીરજ લાલ ભાઈ એ ઓસા ગામ ને કર્મભુમિ તરીકે સેવા કાર્ય ચાલુ રાખ્યું.
  સને ૨૦૦૭ માં ૧૦ મી ઓક્ટોબર ના પત્ની શ્રીમતી જયાબેન નું અવસાન થયું. ધીરજ લાલ ભાઈ એ સંસાર માં રહી સ્થિતપ્રજ્ઞ વૈરાગ્ય પૂર્ણ જીવન  વ્યતીત કર્યું.
=============================
અભ્યાસ,શિક્ષણ અને વ્યવસાય કારકિર્દી ની સફર ::
તેઓ એ ધો.૧ થી ૪ નો અભ્યાસ ઓસા
ઘેડ મુકામે કર્યો અને ધો.૫ થી ૭ સુધી માળિયા હાટીના અભ્યાસ કરી બાદ માં જૂનાગઢ અભ્યાસ કર્યો
  તેઓ શરૂઆત નો કારકિર્દી નો થોડો સમય ૧૭ વર્ષ ની વયે સને ૧૯૫૦ થી ૧૯૫૫ ના  મુંબઈ સરકાર માં અને કાપડ માર્કેટ માં મુંબઇ ખાતે પસાર કર્યો. પરંતુ તેઓ નું નસીબ ફરી તેમને વતન ખાતે ખેંચી લાવ્યું.

પ્રથમ નિમણુક::
   તેઓ એ સને ૧૯૫૫ માં શાળાન્ત પરીક્ષા પાસ કરી જે આજ ના એચ. એસ સી ધોરણ ૧૨ ની સમકક્ષ કહી શકાય  અને શિક્ષણ ને વ્યવસાય તરીકે અપનાવી પ્રથમ નિમણુક વડોદરા ( ડોડીયા) તા. વેરાવળ ખાતે નિમણુક થઈ અહી તેઓએ સને ૧૯૫૮ સુધી ત્રણ વર્ષ જેટલા સમય માટે ફરજ બજાવી. હતી

શાળા નિર્માણ અને શિક્ષણ કાર્ય::

બાદ માં તેઓ ની નિમણૂક ફૂલ રામા ખાતે થઈ અહી તેઓ એ સને ૫૦ અને ૬૦ ના દશક માં સાક્ષરતા નું પ્રમાણ ઓછું હતું અને સરકાર દ્વારા પણ શિક્ષણ ના પ્રચાર પ્રસાર પર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. તેઓ અને ગ્રામ જનો ના રજૂઆત થી સરકાર દ્વારા શાળા નિર્માણ કાર્ય શરૂ થયું.

શરૂઆત માં ગામ ના ચૌ રાહા ની જાહેર જગ્યા પર શાળાકીય શિક્ષણ કાર્ય શરૂ કર્યું.
તે દરમિયાન તેઓ ને શિક્ષણ વિભાગ ની પરીક્ષા ટ્રેનિંગ સાથે બે વર્ષ સને ૧૯૫૮ થી ૧૯૬૦ માંગરોળ ખાતે ચાલુ સર્વિસ સાથે પૂર્ણ કર્યું.

બાદ માં સને ૧૯૬૦ થી ૧૯૬૮ સુધી સામરડા તા.માંગરોળ ગામે ફરજ બજાવી અને અહી પણ સરકારી શાળા નિર્માણ કાર્ય કરી અને શિક્ષણ કાર્ય ની ફરજ બજાવી.
=============================
વતન ઓસા ઘે ડ ગામ ની સેવા અને કર્મભુમિ બનાવી::
તેઓ ના પિતા શ્રી દુર્લભજી અંબા રામ ભાઈ  મહેતા ની નાદુરસ્ત તબિયત ના કારણે અને માતા પિતા ની સેવા અર્થે વતન ઓસા ઘે ડ ખાતે ૧૯૬૮ માં પોતાની શિક્ષક તરીકે બદલી
કરાવી અને સ્થાયી થયા. ત્યાં સને ૧૯૬૮ થી ૧૯૯૦ નિવૃત્ત સુધી  ઓસા ગામ ની ત્રણ પેઢી  ને શિક્ષણ અને સંસ્કાર નું સિંચન કર્યું.
   જૂની પેઢી ના વડીલો અને તેઓ નો વિદ્યાર્થી વર્ગ તેઓ પ્રત્યે સન્માન અને પૂજનીય ભાવ સાથે  માન આપ્યું હતું.
=============================

તેઓ નું અવસાન તા ૧.૩.૨૬ ના રોજ કેશોદ મુકામે થયું

=============================
વડીલ શ્રી ધીરજલાલ ભાઈ મેહતા ને વંદન સહ ગ્રુપ વતી શ્રદ્ધાંજલિ💐

સદ્ગત ના આત્મા ને પરમાત્મા શાંતિ અર્પે

મહેતા પરિવાર ને સાંત્વના

જય શ્રી કૃષ્ણ

- એડ મીન
=============================
અસ્તુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
૧.૩.૨૬

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐