અભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ
tઅભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ
💐ગૌરવની પળ – હાર્દિક અભિનંદન 💐
આપણા જ્ઞાતિના પ્રતિભાશાળી યુવા શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશી એ Chemical Engineering વિષયમાં જૂન-૨૦૨૬માં યોજાયેલ GATE (Graduate Aptitude Test in Engineering) પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ભારતમાં All India Rank (AIR) 96 પ્રાપ્ત કર્યો છે. તેઓ ને IIT મુંબઈ માં M.tech. માં એડમિશન મળ્યું છે.
તેમની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ સાથે દેશની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા BARC (Bhabha Atomic Research Centre) માં તેમની trainee તરીકે પસંદગી થઈ છે.
SVNIT, Surat માંથી B.Tech. Chemical Engineering નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી મિતેશભાઈની આ સિદ્ધિ તેમના પરિવાર, સમાજ અને સમગ્ર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે.
તેમની મહેનત, પ્રતિભા, શિસ્ત અને સમર્પણને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.
💐પરિવાર તથા જ્ઞાતિ માટે ગૌરવની ક્ષણ – ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન! 💐
એડમિન
=========================
ટૂંક પરિચય
શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશીનો જન્મ તા. 03-04-2004 ના રોજ જોશી પરિવારમાં થયો હતો.
તેઓ દહેજ (જિ. ભરૂચ) ખાતે નિવાસી ગ્રુપ સદસ્ય શ્રી પ્રફુલભાઈ શિવલાલભાઈ જોશી તથા શ્રીમતી શીતલબેન ના પુત્ર છે. તેઓ સ્વ. શ્રી શિવલાલભાઈ વલ્લભજીભાઈ જોશી (એસ.ટી., પોરબંદર) ના પૌત્ર છે. પરિવારનું મૂળ વતન મૈયારી છે.
તેમના પિતાશ્રી શ્રી પ્રફુલભાઈ જોશી દહેજ સ્થિત Aditya Birla Group માં ઇલેક્ટ્રિકલ વિભાગમાં ફરજ બજાવે છે.
=========================
શૈક્ષણિક લાયકાત
• પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ Aditya Birla Public School (English Medium), ભરૂચ ખાતે પ્રાપ્ત કર્યું.
• ધોરણ-10 માં 93.2% સાથે ઉત્તીર્ણ.
• ધોરણ-12 (CBSE Board – Science, Group A) માં જુલાઈ-2022 દરમિયાન 89.4% સાથે ઉત્તીર્ણ.
• SVNIT, Surat માંથી B.Tech. Chemical Engineering નો અભ્યાસ પૂર્ણ કર્યો.
=========================
પ્રાપ્ત સિદ્ધિઓ
૧. ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો.
૨. ગુજરાતના તત્કાલીન રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીના હસ્તે વર્ષ 2017-18 નો "રાજ્યપાલ પુરસ્કાર" પ્રાપ્ત કર્યો.
૩. વર્ષ 2018 માં યોજાયેલી 27મી ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ જમ્બોરી/રેલીમાં ભાગ લીધો અને સન્માનિત થયા.
૪. વર્ષ 2022 માં ધોરણ-12 સાયન્સ (Group-A) માટે "રાજકોટ તેજસ્વી તારલા" સન્માન પ્રાપ્ત કર્યું.
૫. વર્ષ 2024 દરમિયાન Chem-E-Car સ્પર્ધામાં "Best Use of Biological Reaction" માટે વિજેતા બન્યા. આ સ્પર્ધામાં તેમણે અને તેમની ટીમે SVNIT, Surat નું પ્રતિનિધિત્વ કરી રાઉરકેલા (ઓડિશા) ખાતે યોજાયેલી South Asia Regional Student Competition માં સફળતા મેળવી.
૬. ઓક્ટોબર-2024 દરમિયાન San Diego, California (USA) ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય Chem-E-Car સ્પર્ધામાં 52 દેશોના સ્પર્ધકો વચ્ચે "Best Use of Biological Reaction" એવોર્ડ પ્રાપ્ત કર્યો તથા તેમની ટીમ વિજેતા બની.
=========================
શુભમ ભવતુ
@ નરેન્દ્રભાઈ જોશી
મો. 9427502399
તા. 25-06-2026
Comments
Post a Comment